<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજકોટ જંકશન પર ટ્રેનમાંથી રૂા. ૨.૯૨ લાખની ચોરી કરનાર રીઢો શખ્‍સ પકડાયો

કવી ગુરૂ એક્‍સપ્રેસ ટ્રેનમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો : ઇન્‍ચાર્જ વિભાગીય અધિકારી-પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં પીએઅસાઇ બી. જે. જાડેજા અને ટીમે રૂખડીયાપરાના સાદાન ઉર્ફે રાજુ ડોસાણીને પકડયો

રાજકોટ તા. ૮: શહેરના જંકશન રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નંબર ૨-૩ પર કવીગુરૂ એક્‍સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરનું માથા નીચે રાખેલું પર્સ ચોરી થવાના બનાવમાં રાજકોટ રેલ્‍વે પોલીસે ત્‍વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ચોરાયેલા તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‍યો છે અને રૂા. ૨,૯૯,૨૮૯ના દાગીના, રોકડ, મોબાઇલ કબ્‍જે કર્યા છે.

જાણવા મળ્‍યા મુજબ ગત તા.૬ના વહેલી સવારે આશરે ટ્રેનના કોચ નંબર લ્‍/૩ની સીટ નંબર ૯ પર સુતેલા મહિલા મુસાફરે માથા નીચે રાખેલુ પર્સ કોઇ ચોરી કરીને ભાગી ગયું હતું. જેમાં સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને પર્સ મળીને કુલ રૂપિયા ૨,૯૯,૨૮૯નો મુદ્દામાલ ગાયબ થયો હતો.

રેલ્‍વે વિભાગમાં મિલકત સબંધી ગુન્‍હાઓ અટકાવવા તથા અન-ડીટેક્‍ટ ગુન્‍હાઓ શોધી કાઢવા માટે ઇન્‍ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક કે.એન.ડામોર,  પヘમિ રેલ્‍વે અમદાવાદના પોલીસ અધીક્ષક યશપાલ જગાણીયા તથા વિભાગીય પોલીસ અધિકારી અને રાજકોટ રેલ્‍વે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એમ.રાણા ના ખાસ માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ ઇન્‍ચાર્જ પી.એસ.આઇ. બી.જે.જાડેજા અને તેમની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી. ત્‍યારે હેડકોન્‍સ. જયવિરસિંહ, મનસુખભાઈ, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ તથા આરપીએફના પ્રભાતભાઈને મળેલી બાતમી પરથી ગેલમાના મંદિર પાસેથી સાદાન ઉર્ફે રાજુ સમીરભાઈ ડોસાણી (ઉ. વ. ૨૧, રહે. રૂખડીયાપરા, હાજીપીરની દરગાહ પાસે, શેરી નં.૪)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્‍યો હતો.

પોલીસે આરોપી પાસેથી રૂા. ૨,૮૫,૭૦૦ની કિંમતની સોનાની ચેઇન તથા બુટ્ટી, રૂા. ૧૧,૯૯૯ની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. ૧,૦૯૦ની રોકડ રકમ તથા રૂા. ૫૦૦નું પર્સ કબ્‍જે કર્યા છે. આરોપી સાદાન ઉર્ફે રાજુ અગાઉ પણ પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશન અને એ-ડીવિઝન પોલીસ સ્‍ટેશનમાં ચોરી, દારૂ અને હથિયારબંધી જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. જાડેજા અને ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૧૧)

(2:27 PM IST)