<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રૈયામાં પશુપાલક ટોળીયાભાઇ લાખાણીનું હૃદય ધબકારા ચુકી જવાને કારણે મૃત્‍યુ

રાજકોટ તા. ૮: હૃદય રોગના હુમલાથી વધુ એક પરિવારના મોભીનું મૃત્‍યુ થયું છે. રૈયાગામમાં રહેતાં ટોળીયાભાઇ ખીમાભાઇ લાખાણી-ગઢવી (ઉ.વ.૫૫) રાતે ત્રણેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ વહેલી સવારે મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે   જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ટોળીયાભાઇ છ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે પશુપાલન કરી ગુજરાન ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.

ઉલ્‍ટી થયા બાદ કિરણબેન ત્રિવેદી બેભાનઃ મોત

બીજા બનાવમાં કોઠારીયા રોડ ફાયબર બ્રિગેડ સામે રહેતાં કિરણબેન કોૈશિકભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૫) તા. ૬ના ઘરે હતાં ત્‍યારે ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ ઢળી પડતા઼ બે અલગ અલગ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. તોરલબેન જોષીએ કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર કિરણબેનને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. હૃદય રોગનો હુમલો આવ્‍યાની શક્‍યતા જણાવાઇ હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(2:27 PM IST)