News of Saturday, 8th August 2026
આઠ પીઆઇની બદલીઃ કે. કે. ગોહિલને એચએચટીયુમાંથી યુનિવર્સિટીમાં મુકાયા
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સી.એન. દવેની ઇઓડબલ્યુમાં બદલીઃ મહિલા પોલીસ સ્ટેશનમાં આર. જી. પઢીયાર મુકાયા

રાજકોટ તા. ૮: શહેર પોલીસમાં વધુ એક વખત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બદલીનો ઘાણવો કાઢયો છે. આ વખતે અલગ અલગ બ્રાંચ-પોલીસ સ્ટેશનોના ૮ પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ એએચટીયુમાં ફરજ બજાવતાં પીઆઇ કે. કે. ગોહિલને યુનિવર્સિટી પોલીસમાં મુકવામાં આવ્યા છે. જ્યારે યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં પીઆઇ સી. એન. દવેને ઇઓડબલ્યુનો ચાર્જ સોંપાયો છે. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. બી. બુટીયાને રીડર ટુ સીપીમાં મુકાયા છે. જ્યારે ડીસીબી એટેચ ઇઓડબલ્યુ પીઆઇ પી. આર. ડોબરીયાની બદલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થઇ છે.
આ ઉપરાંત સાયબર ક્રાઇમના પીઆઇ બી. બી. જાડેજાને એએચટીયુમાં બદલવામાં આવ્યા છે. આઇયુસીએડબલ્યુ પીઆઇ એસ. એમ. સોલંકીને ટ્રાફિક શાખામાં અને ટ્રાફિક શાખાના પીઆઇ જે. જે. હળવદીયાને એન્ટી રેડીક્લાઇઝેશન સેલમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનમાં લીવ રિઝર્વ એટેચ ઇઓડબલ્યુ પીઆઇ આર. જી. પઢીયારની નિમણુંક કરવામાં આવી છે.
(3:28 PM IST)










