તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતિ ઘરમાંથી બેભાન મળીઃ ચિઠ્ઠીમાં ત્રણ વાર લખ્યું-મને માફ કરજો!
મારા ભાઇ-બહેનને ભણાવજો, એ સારી જગ્યાએ પહોંચે તેવુ મારુ સપનું છે... : યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટીમાં ભાડેથી રહેતી યુવતિ મુળ સુરેન્દ્રનગરના આણંદપરની વતનીઃ ગંભીર હાલતમાં સારવાર હેઠળઃ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૮: યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટી-૨માં વિલેશભાઇના મકાનમાં ભાડેથી રહેતી અલ્પાબેન કરસનભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) નામની યુવતિ સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણી મુળ થાનના આણંદપરની વતની છે અને ત્રણ વર્ષથી રાજકોટમાં રહી ઘંટેશ્વર નજીક આવેલી આર.ડી. ગાર્ડી કોલેજમાં લેબ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે.
તેણી ચાર બહેન અને અકે ભાઇમાં બીજા નંબરે છે. તેણીના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. અલ્પાબેને આપઘાતનો પ્રયાસ કર્યો કે અન્ય કાંેઇ કારણે બેભાન થઇ ગઇ? તેની તપાસ પોલીસ ચલાવી રહી છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી.
અલ્પાબેને લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે લખ્યું છે કે-મમ્મી પપ્પા હવેના જન્મમાં તમે જ મારા મમ્મી પપ્પા બનજો, મારા ભાઇ બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં, બધા કંઇક સારી જગ્યાએ પહોંચે એવુ મારુ સપનુ છે, રાધીની ફી ૨૬ હજાર બાકી છે, દિવાળી પછી ભરવાની છે, મારા ખાતામાં ૧૭૮૦૦ છે એ લઇ લેજો. મારી પાછળ કોઇ રોતા નહિ, નહિમતર મને દુઃખ થાશે. ગામનાને કહેજો હું કોઇ સાથે ભાગી નથી ગઇ. મમ્મી પપ્પા મારા ઉપર વિશ્વાસ કરે છે એટલુ મારા માટે બસ છે. મમ્મી પપ્પા તમે મને બહુ જ સાચવી છે. તમને મુકીને જાતાં જીવી નથી ચાલતો, પણ પપ્પા આખી જિંદગી તો કેમ કાઢીશ. છેલ્લે તેણીએ આ ચિઠ્ઠીમાં મને માફ કરી દેજો....એવું ત્રણ વખત લખ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(3:04 PM IST)










