તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
રઘુવંશી રોયલ ગ્રુપઃ પારિવારિક, સાંસ્કૃતિક અને મનોરંજન સાથેના કાર્યક્રમોની વણઝાર
રાજકોટમાં છેલ્લા ૨૧ વર્ષોથી સતત કાર્યરતઃ કાલે પ્રથમ પ્રોગ્રામ : * ચેરમેન પ્રમોદભાઇ ગણાત્રા, પ્રેસીડેન્ટ અશોકભાઇ કુંડલીયા, સેક્રેટરી ડો. પરાગ દેવાણી, ટ્રેઝરર દિલીપભાઇ ખગ્રામ, જોઇન્ટ સેક્રેટરી દિનેશભાઇ ચેતા ના નેતૃત્વમાં અવનવા-આકર્ષક કાર્યક્રમો રઘુવંશીઓ માણી રહયા છે. * નવા વર્ષ માટે મેમ્બરશીપ ચાલુઃ મેમ્બરશીપ લેનારને કાલનો કપલ ડીનર પાસ ફ્રી

રાજકોટ, તા.૮: રાજકોટમાં છેલ્લા ૨૧ વર્ષોથી રઘુવંશી દંપતીઓ માટેનું પારિવારિક, સાંસ્કૃતિક અને મનોરંજન સાથેના કાર્યક્રમોની વણઝાર આપતું ગ્રુપ એટલે રઘુવંશી રોયલ ગ્રુપ. ગ્રુપની નવા વર્ષની મેમ્બરશીપ શરૂ થઇ ગયેલ છે અને આવતીકાલ તા. ૯ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ રઘુવંશી રોયલ ગ્રુપનો નવા વર્ષનો પ્રથમ પ્રોગ્રામ અર્બન ડેક રેસ્ટોરન્ટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. આ ગેટ ટુ ગેધર ડીનર પ્રોગ્રામમાં પંજાબી, ચાઇનીંઝ , સાઉથ ઇન્ડિયન, કેક- પેસ્ટ્રી, સ્વીટ, આઇસ્ક્રીમ સહિત કુલ ૧૨૦ જેટલી આઇટમ સાથેનું મેનુ પ્રવાઇડ કરવામાં આવનાર છે. નવા વર્ષ માટેનો આ પ્રથમ પ્રોગ્રામ હોય, આખા વર્ષની મેમ્બરશીપ લેનાર મેમ્બરને કાલના પ્રોગ્રામના કપલ ડીનર પાસ ફ્રી આપવામાં આવશે. તેવું યાદીમાં જણાવાયું છે. રઘુવંશી રોયલ ગ્રુપ દ્વારા છેલ્લા ૨૧ વર્ષો દરમ્યાન અંદાજે ૩૦૦ જેટલા સફળ પ્રોગ્રામો આપવામાં આવ્યા હોવાનું પ્રમુખ શ્રી અશોકભાઇ કુંડલીયાએ અકિલાને જણાવ્યું હતું. ગ્રુપની ઓફીસ કે.કે.વી હોલ કાલાવડ રોડ, રાજકોટ ખાતે કાર્યરત છે.
રઘુવંશી રોયલ ગ્રુપના ચેરમેન શ્રી પ્રમોદભાઇ ગણાત્રા (મો. ૯૮૨૪૦ ૪૩૧૩૫), પ્રમુખ શ્રી અશોકભાઇ કુંડલીયા(મો. ૯૮૨૪૨ ૧૧૧૫૨ વોટસએપ કોલ),સેક્રેટરી ડો.પરાગભાઇ દેવાણી (મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧) ટ્રેઝરર શ્રી દિલીપભાઇ ખગ્રામ (મો. ૯૮૨૫૧ ૧૦૬૩૦), જોઇન્ટ સેક્રેટરી શ્રી દિનેશભાઇ ચેતા, કમિટી મેમ્બર્સ શ્રેયાંસભાઇ રાજાણી, નૈલેશભાઇ તન્ના, કપીલભાઇ કુંડલીયા, ભૂમિતભાઇ વસંત, પ્રકાશભાઇ ખગ્રામ અદિતભાઇ વસંત, સહિતના મેમ્બરર્સના નેતૃત્વ હેઠળ ફુલ ડે પિકનિક, ઇવનિંગ પિકનિક, વેલકમ ન્યુયર, રાસ-ગરબા-શરદોત્સવ, હાઉસી, પેપર ગેઇમ્સ, અંતાક્ષરી, તોલમોલ કે બોલ, કિક્રેટ મેચ- બોક્ષ ક્રિકેટ, મ્યુઝીકલ ચેર, નાટક, મ્યુઝીકલ નાઇટ, રીસોર્ટસ- હોટેલમાં ગેઇમ્સ ડીનર, જલીયાણ ઝાંખી, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમો સફળતા પૂર્વક યોજાઇ રહયા છે. આર.ડી.ઇવેન્ટસના પરેશભાઇ પોપટનો પણ સતત સહકાર રહયો છે. ગ્રુપના ચેરમેન પ્રમોદભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખશ્રી અશોકભાઇ કુંડલીયાના સફળ નેતૃત્વ હેઠળ રઘુવંશી રોયલ ગ્રુપ અવિરતપણે રઘુવંશીઓ માટે એકથી એક ચઢીયાતા કાયક્રમો આપી રહયું છે. નવા વર્ષની મેમ્બરશીપ માટે ઉપરોકત હોદ્ેદારોનો ટેલિફોનિક સંપર્ક કરી શકાય છે.
(3:28 PM IST)










