<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

બ્રહ્મસમાજ ચોકમાં બાઇકની ઠોકરે ચડતાં ઘવાયેલા વૃધ્‍ધનું મોત થયું

૮૦ વર્ષના નાનજીભાઇ સારવાર બાદ ઘરે બેભાન થઇ ગયાઃ હોસ્‍પિટલમાં મૃતદેહ જ પહોંચ્‍યો

રાજકોટ તા. ૮: રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક નજીક શીવપરામાં રહેતાં ૮૦ વર્ષના વૃધ્‍ધને હોન્‍ડાની ઠોકરે ચડી જતાં ઇજા થઇ હતી. સિવિલમાં બતાવી ઘરે લઇ જવાયા બાદ બેભાન થઇ જતાં તેમનું મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ શીવપરામાં રહેતાં નાનજીભાઇ ભાણજીભાઇ ડાભી (ઉ.વ.૮૦) નામના વૃધ્‍ધ તા. ૪/૮ના સાંજે સાતેક વાગ્‍યે ઘર નજીક રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે કોઇ બાઇકના ચાલકે ઠોકરે ચડાવી દીધા હતાં  આ અકસ્‍માતમાં તેમને ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાનું કહેવાયું હતું. સારવાર બાદ પરિવારજનો તેમને ઘરે લઇ ગયા હતાં. સવારે તેઓ ઘરે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:06 PM IST)