<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અખિલેશ્વરને આવકારવાનો અદમ્‍ય ઉત્‍સાહઃ સાંજે કાર્યાલય ઉદ્‌્‌ઘાટન

વાગતી વખતે નમેલી વાંસળી, એટલે સૌને ગમેલી વાંસળી, કૃષ્‍ણના હોઠો સુધી પહોંચી ગઇ, ગોપીઓ કરતાંય વહાલી વાંસળી : સૌ ભકતોને આમંત્રણઃ મહોત્‍સવ સમિતિના ઇન્‍ચાર્જ પરેશ રૂપારેલિયા અને સહાયક ઇન્‍ચાર્જ દીપક ગમઢા, માર્ગદર્શક સમિતિમાં પ્રતાપભાઇ કોટકનો સમાવેશ

 

રાજકોટ, તા. ૮: શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી એ પ્રેમ, ભક્‍તિ અને ધર્મની પરંપરાનો મહાપ્રતિક્ષિત પર્વ છે. આ દિવસે ભગવાન શ્રીકળષ્‍ણના ચરિત્ર, ઉપદેશ અને જીવનમૂલ્‍યોને સ્‍મરણ કરી આપણે જીવનમાં સાચી દિશા મેળવીએ છીએ. કળષ્‍ણના કરુણાપૂર્વકના સંદેશો આજે પણ સમસ્‍ત માનવજાતને શાંતિ અને સુખ તરફ દોરી જાય છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ ભક્‍તિ, સંગીત, નળત્‍ય અને સાંસ્‍કળતિક વિવિધતામા એકતાનો સંદેશ પાઠવવા માટે વિશ્વ હિન્‍દુ પરિષદ છેલ્લા ૪૦ વર્ષથી રાજકોટની પાવન ભૂમિ ઉપર લાખો ભક્‍તોની હાજરીમાં ભવ્‍યાતીત ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે સાંજે મધ્‍યસ્‍થ કાર્યાલય ઉદઘાટન રાખેલ છે. સમિતિના ઇન્‍ચાર્જ તરીકે પરેશ રૂપારેલીયાની વરણી કરવામાં આવી છે.

વિશ્વ હિન્‍દુ પરિષદ રાજકોટ વિભાગ ના મંત્રી અને જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ ના મહા મંત્રી શ્રી પરેશ રૂપારેલિયાએ જણાવ્‍યું કે જન્‍માષ્ટમીની શોભાયાત્રા નિમિતે વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ કાર્યાલયનું ઉદ્ધાટન આજે તા. ૮ ને શનિવારે સાંજે ૭-૦૦ કલાકે, સ્‍થળઃ નાગર ર્બોડિંગ, વિરાણી સ્‍કૂલની સામે, ટાગોર રોડ રાજકોટ ખાતે, રાજકોટ શહેર અને જિલ્લાના સંતો- મહંતો ના દ્વારા કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર જન્‍માષ્ટમી મહોત્‍સવના માર્ગદર્શન સમિતિ ના માર્ગદર્શક સર્વશ્રી માવજીભાઈ ડોડીયા, નરેન્‍દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી. પ્રતાપભાઈ કોટક, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતિભાઈ રૂપારેલિયા, વનરાજભાઈ ગરૈયા, નીતિશભાઈ કથીરીયા, અશોકભાઈ મકવાણા માર્ગદર્શન આપશે.

તેમજ વિશ્વ હિન્‍દુ પરિષદ રાજકોટ પ્રાંતના આગેવાન પ્રકાશભાઈ પનારા, વિપુલભાઈ અગ્રાવત, વિનુભાઇ ટીલાવત, અશ્વિનભાઇ ગોસાઈ, કૌશિકભાઈ સરધારા, કળણાલભાઈ વ્‍યાસ, દીપકભાઈ ગમઢા, મનોજભાઈ ડોડીયા તથા વિવિધ સમાજના આગેવાન, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્‍થાઓના સભ્‍યો, ધાર્મિક સંસ્‍થાઓના પ્રમુખો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્‍થિત રહેશે. આજે સાંજે ૭ વાગ્‍યે કાર્યાલય ઉદઘાટન બાદ સૌ ભકતો માટે ભજીયા પ્રસાદીની વ્‍યવસ્‍થા રાખેલ છે.

વિશ્વ હિંદુ પરિષદ, રાજકોટના દિપકભાઈ ગામઢા એ જણાવ્‍યું કે કાર્યાલયનો સમય દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૧૧ સુધી રહેશે. આ સમય દરમ્‍યાન તમામ સંસ્‍થાઓએ તેમના નામ રજિસ્‍ટ્રેશન કરવામાં આવશે. ઉપરાંત રાજકોટમાં કેસરિયો માહોલ સર્જવા માટે કેસરી ઝંડા, પતાકા તેમજ ખેસ, અને સાહિત્‍યનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટની કાનુડા પ્રેમી જનતાનો ખૂબ જ ઉત્‍સાહ જોવા મળે છે.

કાર્યાલય કમિટીની વરણી

વધુમાં, જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ, કાર્યાલય કમિટી ના સભ્‍ય રાજુભાઈ ઉંમરણીયા, (૯૮૭૯૮ ૪૭૩૦૬) દિલીપભાઈ દવે(૯૪૨૯૦ ૧૮૬૦૯), પંકજભાઈ તાવીયાની (૯૮૨૪૯ ૯૨૬૮૮) વરણી કરવામાં આવેલ છે. આ સભ્‍યશ્રીઓનો કાર્યાલય ઉપર સંપર્ક કરવા વિનયભાઈ કારિયાએ અનુરોધ કરેલ છે. કાર્યકર્તાઓનું સંકલન ધનરાજભાઈ રાઘાણી (૮૧૨૮૫ ૩૭૫૩૮) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ તરફથી ધર્મપ્રેમી જનતા, મિત્રો, સમાજ સેવી સંસ્‍થાઓ, વિવિધ મંડળો, જ્ઞાતિ સમાજના આગેવાનો, ટ્રાન્‍સપોર્ટર ભાઇઓ તેમજ સર્વ હિંદુપ્રેમી જનતાએ ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરેલ છે. તેમજ જન્‍માષ્ટમી નિમિતે યોજાતા તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા માટે આમંત્રણ છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવને ભવ્‍ય અને જાજરમાન બનાવવા માટે કાર્યાલયે ગત રોજ મળેલી બેઠકમા માર્ગદર્શક સમીતીના સભ્‍યો માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા અને પ્રતાપભાઇ કોટક દ્વારા ઘણી અગત્‍યની ચર્ચાઓ અને નિર્ણયો લેવામા આવ્‍યા હતા. તેમા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રતાપભાઇ કોટકને માર્ગદર્શક સમીતીમાં સામેલ કરવા ઉપરાંત શ્રી પરેશભાઇ રુપારેલીયાને સમીતીના ઇનચાર્જ તથા દિપકભાઇ ગમઢાને સમીતીના સહ ઇનચાર્જ તરીકે નિમણૂક કરી હતી.

પ્રતાપભાઇ મોરારજીભાઇ કોટક જેઓ આર એસ એસ ના સ્‍વયંસેવક અને તળતીય વર્ષ શિક્ષિત કાર્યકર્તા છે.જન સંઘ થી લઈને આજદીન સુધી ભાજપના પાયાના કાર્યકર્તા હોવા ઉપરાંત તેઓ ત્રણ વખત રાજકોટ શહેર ભાજપ ના મહામંત્રી અને પૂર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારીનુ નિર્વહન કર્યા બાદ જીઆઇડીસી માં ડાયરેક્‍ટર રહી ચૂકેલ છે.

પરેશભાઇ રુપારેલીયા જેઓ શીશુ કાળથી સંધના કાર્યકર્તા તરીકે અને શાખાના સંસ્‍કારોનુ ભાથુ લઈને મોટા થયેલા છે. યુવાનીમા હિંદુત્‍વના રંગે રંગાઇને તેઓએ બજરંગ દળના રાજકોટના સહ સન્‍યોજકની જવાબદારી સ્‍વિકારી હતી અને ત્‍યારથી તેઓ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદમા અલગ અલગ જવાબદારીઓ મા પુર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવથી એક કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે સેવા આપે છે. યુવાનીમાં તેઓએ બજરંગ દળમા અગત્‍યની અને અસરકારક કામગીરી કરીને યુવાનોને સંગઠીત કરવા, સત્‍સંગ કેન્‍દ્રો ચલાવવા, સંગઠનની યોજનાનુ અમલીકરણ, સામાજીક સમરસતા, હિંદૂ જન જાગ્રુતી જેવા વિષયોમા અનેક કાર્યકર્તાઓની સાથે મહત્‍વનું યોગદાન આપેલુ.

દિપકભાઇ ગમઢા જેઓ નાનપણથી સંઘના સંસ્‍કારો અને હિંદુત્‍વના વિચારોથી પ્રભાવિત થયેલા હોવા ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદમા કાર્યકર્તા તરીકે તન મન ધનથી સેવા આપી રહ્યા છે. વિહિપના જવાબદાર કાર્યકર્તા હોવા ઉપરાંત તેઓએ પ્રખંડના અધ્‍યક્ષ, જીલ્લા ઉપાધ્‍યક્ષ જેવી ફરજો પણ નિભાવેલી છે. તેઓ વિમર્ષ, વિશેષ સમ્‍પર્ક જેવા આયામોમા મહત્‍વની કામગીરી કર્યા બાદ છેલ્લે તેઓ રાજકોટ પヘમિ જીલ્લાના ઉપાધ્‍યક્ષ તરીકે જવાબદારી નિભાવ્‍યા ઉપરાંત હાલ તેઓ વિશ્વ હિંદુ પરિષદ મા રાજકોટ વિભાગના સહ મંત્રી તરીકે કાર્યરત છે.

કાર્યાલય ઉદઘાટન બાદ સો માટે ભરપેટ ભજીયા પ્રસાદ
રાજકોટઃ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન આજે શનિવારે સાંજે ૭ વાગ્યે નાગર બોડ`ગ, વિરાણી હાઇસ્કુલ સામે રાખવામાં આવેલ છે. ઉદઘાટના સમારંભ બાદ સો ભાવિકો માટે ભરપેટ ભજીયા પ્રસાદ રાખેલ છે. સો કૃષ્ણ ભકતોને ઉદઘાટનમાં ઉપસ્થિત રહેવા અને મહાપ્રસાદનો લાભ લેવા મહોત્સવ સમિતિઍ નિમંત્રણ પાઠવેલ છે.(

(3:16 PM IST)