તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા ઓદ્યોગિક સુરક્ષા અને જાગૃકતા સેમિનારનું આયોજન
મોટી સંખ્યામાં પટેલનગર, અટીકા, બાપુનગર, વિરાણી અઘાટના કારખાનેદારો, ગુંદાવાડીના વેપારીઓ હાજર રહ્યાઃ ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવ, પીઆઇ જે. ડી. પરમારે મહત્વની સમજ આપી અને પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી

રાજકોટ શહેરમાં ઔદ્યોગિક વિસ્તારોની સુરક્ષા મજબૂત કરવા તેમજ વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં કાયદાકીય જાગળતિ લાવવાના હેતુથી ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા ૮૦ ફૂટ રોડ, બાપુનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે ‘ઔદ્યોગિક સુરક્ષા તથા જાગળતિ સેમિનાર' યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવ, પીઆઇ જે. ડી. પરમારએ અધ્યક્ષ સ્થાને હાજરી આપી હતી. સેમિનારમાં પટેલનગર, અટીકા, બાપુનગર, વીરાણી અઘાટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ગુંદાવાડી માર્કેટના વેપારીઓ, કારખાનેદારો, માલિકો, સંચાલકો અને મેનેજરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડીસીપી હેતલ પટેલે હાજર રહેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મુદ્દાસર માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું ક બહારના રાજ્યો કે વતનમાંથી આવતા મજૂરો કોઈ ગુનાહિત પ્રવળત્તિમાં સંડોવાયેલા નથી તેની ખાતરી કરવી જરૂરી છે. આ માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અન્વયે મજૂરો, ભાડૂઆતો અને મકાનમાલિકોની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત છે. આ ઉપરાંત, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે તાજેતરમાં ચોરી કરવા આવેલા શખ્સને ફેક્ટરીના માલિક અને માણસો દ્વારા માર મારતા થયેલા મોતના બનાવની ગંભીરતાથી નોંધ લેવા અને કદી પણ કાયદો હાથમાં ન લેવા તેમજ કોઇ ઘટના બને તો તુરત પોલીસને જાણ કરવા સમજ આપી હતી.
તાજેતરમાં અમદાવાદ ખાતે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોફા બનાવતી ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં માલિકના થયેલા કરૂણ મોત જેવા બનાવો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસે ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા, ફેક્ટરી સેફ્ટીના નિયમોનું કડકપણે પાલન કરવા અને સમયાંતરે મોકડ્રિલનું આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય.
અન્ય રાજ્યોમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકો નાની વયે લગ્ન કરી લેતા હોય તેવા કિસ્સાઓ ધ્યાને આવતા, પોલીસે ફેક્ટરી માલિકોને સ્પષ્ટ હુકમ કર્યો હતો કે સગીર વયના કે નાની વયના મજૂરોને કામે રાખતા પહેલા તેમની સાચી ઉંમરની ખાતરી કરવી. કોઈ પણ સંજોગોમાં પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી ન થાય તે માટે સંપુર્ણ સજાગતા રાખીને જ નોકરી પર રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઔદ્યોગિક એકમોની મિલકતો અને માલસામાનની સુરક્ષા માટે સારી ક્વોલિટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને તેનું યોગ્ય સ્ટોરેજ રાખવા સૂચન કરાયું હતું. આ ઉપરાંત કિંમતી કાચો માલ કે રોકડ રકમની હેરફેર કરતા વાહનો અને બેગમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું. નવા કાયદાઓ અન્વયે સાયબર ક્રાઇમ, સિવિલ દાવાઓ, છેતરપિંડી, વિશ્વાસઘાત, નોકરચોરી અને દસ્તાવેજો સાથે થતી ચેડાં અંગે કાયદાકીય સમજ પુરી પાડવામાં આવી હતી. તેમજ સાયબર ફ્રોડ કે ડીજીટલ એરેસ્ટ જેવા બનાવો બન્યે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦, જનરક્ષક ૧૧૨ અને ઇ-એફઆઇઆર સુવિધા વિશે વિગતવાર જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતમાં વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને ઔદ્યોગિક એકમોના માલિકો તેમજ મેનેજરોના સ્થાનિક પ્રશ્નો વિગતવાર સાંભળવામાં આવ્યા હતા. પોલીસે ખાતરી આપી હતી કે પોલીસ તંત્રને લગતા તમામ પ્રશ્નોનુ ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવવામાં આવશે. આ સેમિનારથી વેપારીઓ અને પોલીસ વચ્ચે સુમેળભર્યો અને અસરકારક સંવાદ સર્જાયો હતો. અંતમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓ અને વેપારીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિકની સુચનાથી આ કાર્યક્રમ યોજાયો હતો.
(3:18 PM IST)










