તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
અમદાવાદ બાદ રાજકોટના રીક્ષા ચાલકોની ભાડું વધારવાની માંગ
રીક્ષા ચાલકોએ કહ્યું રેપીડોના કારણે ધંધા પર અસર વર્તાઈ છે. લોકોને રેપીડો વાળા માત્ર 25 થી 50 રૂપિયામાં લઈ જાય છે.

રાજકોટમાં મિનિમમ રીક્ષા ભાડું રૂપિયા 20 છે જે 30 થી 40 થવું જોઈએ તેવુ રિક્ષા ચાલકોનું કહેવું છે. રીક્ષા ચાલકોએ કહ્યું રેપીડોના કારણે ધંધા પર અસર વર્તાઈ છે. લોકોને રેપીડો વાળા માત્ર 25 થી 50 રૂપિયામાં લઈ જાય છે. રાજકોટ શહેરમાં 40 થી 50 હજાર રીક્ષા છે. ગેસ, સ્પેરપાર્ટસ અને મેન્ટેનન્સના ભાવ વધ્યા છે. રાજકોટમાં રેપીડોના કારણે રિક્ષાચાલકોના ધંધા ચોપટ થયો છે. રીક્ષા ચાલકોએ કહ્યું આવનારા દિવસોમાં ભાવ વધારીશું. સાથે જ રેપિડોના બાઈકને મંજૂરી ના આપવા પણ માંગ કરવા સાથે પર્સનલ વપરાશ માટેના બાઈકનો ટેક્સી તરીકે ઉપયોગ કરવા પર બેન કરવા પણ રિક્ષા ચાલકોની માંગ કરાઈ છે
(3:59 PM IST)










