<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની કાર્યવાહીને લઈને મનપા કમિશનર ફરી એકવાર વિવાદમાં સપડાયા

ડિમોલિશન દરમિયાન ડમ્પર, ટ્રેક્ટર અને હિટાચી મશીનોના ઉપયોગ પાછળ 1.47 કરોડ રૂપિયાથી વધુનો માતબર ખર્ચ: મનપાના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ભાડે રાખેલી બસ પાછળ 6.69 લાખ રૂપિયાનો ખર્ચ થયો

રાજકોટના જંગલેશ્વરમાં હાથ ધરવામાં આવેલા વિવાદાસ્પદ ડિમોલિશનની કાર્યવાહીને લઈને મનપા કમિશનર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ડિમોલિશન દરમિયાન ડમ્પર, ટ્રેક્ટર અને હિટાચી મશીનોના ઉપયોગ પાછળ 1.47 કરોડ રૂપિયાથી વધુનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં પરંતુ મનપાના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ભાડે રાખેલી બસ પાછળ 6.69 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, આ મશીનરી માટે 4,055 લીટર ડીઝલનો અલગથી વપરાશ કરવામાં આવ્યો હોવાથી વાહનો ભાડે રાખ્યા છતાં આટલા મોટા પ્રમાણમાં ડીઝલનો ખર્ચ થવા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે ડિમોલિશનના મુખ્ય અધિકારી તુષાર સુમેરા દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને તેઓ સંપૂર્ણપણે મૌન સેવી રહ્યા છે

 

(4:24 PM IST)