તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
જૂગારની મોસમ ખીલીઃ પાંચ દરોડામાં ૧૪ મહિલા સહિત ૩૬ પત્તાપ્રેમીઓ પકડાયા
આજીડેમ પોલીસના કાળીપાટ ગામ, અક્ષર રેસીડેન્સી પાસે, કૈલાસ પાર્કમાં અને યુનિવર્સિટી પોલીસનો ધરમનગર આવાસ પાસે તથા એલસીબી ઝોન-૨ ટીમનો ઉદયનગરમાં વૃધ્ધાના ઘરમાં દરોડોઃ ૧,૦૧,૬૮૦ની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૦: શહેરમાં ધીમે-ધીમે શ્રાવણીયા જૂગારની મોસમ જામી રહી છે. વધુ પાંચ દરોડા અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા પાડવામાં આવ્યા હતાં. જેમાં ૨૨ પુરૂષ અને ૧૪ મહિલા સહિત કુલ ૩૬ પત્તાપ્રેમીઓ પકડાયા હતાં. આજીડેમ પોલીસે ત્રણ દરોડા અને યુનિવર્સિટી પોલીસે એક તથા એલસીબી ઝોન-૨ની ટીમે એક દરોડો પાડયો હતો.
જાણવા મળ્યા મુજબ આજી ડેમ પોલીસ સ્ટેશનના પો.કોન્સ. મનીષભાઈ હેમાભાઈ શિરોડીયાની બાતમીના આધારે કાળીપાટ ગામમાં ગોવિંદભાઈ મેરની વાડી પાસે જાહેરમાં ે તીનપત્તીનો જુગાર રમતાં સુરેશ વલ્લભદાસ ભંડીગજી (ઉ.વ.૫૮, રહે. વિશ્વકર્મા સોસાયટી, શેરી નં.૧૫, પુનીતનગરના ટાંકા સામે), સંજય છગનભાઈ ડોબરીયા (ઉ.વ.૪૦, રહે. સોમનાથ સોસાયટી, શેરી નં.૧, આજીડેમ ચોકડી પાસે, યુસુફ હુસેનભાઈ ઠેબા (ઉ.વ.૩૬, રહે. સર્વોદય સોસાયટી, શાપર વેરાવળ), હુશેન તૈયબભાઈ ઠેબા (ઉ.વ.૩૩, રહે. રસુલપરા, શેરી નં.૧, કોઠારીયા સોલવન્ટ), ભીખુ ઇસમભાઈ ઠેબા (ઉ.વ.૫૦, રહે. સર્વોદય સોસાયટી, શાપર), અંબાબેન દિનેશભાઈ અધેરા (ઉ.વ.૪૭, રહે. વિનાયક સોસાયટી, શેરી નં.૧૬, ગુરૂપ્રસાદ ચોક), હંસાબેન ડાયાભાઈ ડાવેરા (ઉ.વ.૪૬, રહે. નવલનગર, શેરી નં.૯, મવડી ચોકડી) અને રફીક શેરમહંમદભાઈ નોઈડા (ઉ.વ.૩૭, રહે. રસુલપરા, મદ્રેસાની બાજુમાં, કોઠારીયા સોલવન્ટ)ને જુગાર રમતા પકડી રૂા. ૧૩૩૮૦ની રોકડ કબ્જે કરી હતી.
બીજો દરોડો કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી અક્ષર રેસીડેન્સી શેરી નં.૨માં અજીત દયાતરના મકાન પાસે પાડવામાં આવ્યો હતો. જયાંથી પોલીસે રૂ. ૧૦,૨૬૦ની રોકડ સાથે અજીત દોલુભાઈ દયાતર (ઉ.વ.૩૬, રહે. અક્ષર રેસીડેન્સી, શેરી ન-૨), જયદીપ દોલુભાઈ દયાતર (ઉ.વ.૩૧, રહે. અક્ષર રેસીડેન્સી, શેરી નં.૨), અશ્વિન લાલજીભાઈ મકવાણા (ઉ.વ.૪૫, રહે. ખોડલધામ રેસીડેન્સી, પનઘટ પાર્ક પાસે), સરોજબેન અજીતભાઈ દયાતર (ઉ.વ.૩૨, રહે. અક્ષર રેસીડેન્સી), ભાવનાબેન મિલનભાઈ રાઠોડ (ઉ.વ.૩૨, રહે. રાધિકા રેસીડેન્સી, કોઠારીયા સોલવન્ટ), જ્યોતીબા રાજેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૩, રહે. ગુ.હા.બોર્ડના ક્વાર્ટર નં.૫૨૪, કોઠારીયા સોલવન્ટ) અને રક્ષાબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૬, રહે. ગુ.હા.બોર્ડના ક્વાર્ટર નં.૫૨૪, કોઠારીયા સોલવન્ટ)ને પકડી કાર્યવહી કરી હતી.
ઉપરાંત ત્રીજો દરોડો પણ આજીડેમ પોલીસે પાડયો હતો. હેડકોન્સ. વાય.એન.જાડેજાની બાતમી પરથી કૈલાશ પાર્ક શેરી નં.૧ સ્થિત શિવશક્તિ મકાનમાં રમેશ રાયમલભાઈ ચાવડા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે તેવી માહિતી પરથી પોલીસે દરોડો પાડીસ્થળ પરથી રૂ. ૨૧,૨૯૦ની રોકડ સાથે મકાન માલિક રમેશ ચાવડા તેમજ પ્રભાત કથરાભાઈ ચાવડા (ઉ.વ.૫૦, રહે. ઓમ રેસીડેન્સી, કોઠારીયા), ભરત કાંતીભાઈ પીઠડીયા (ઉ.વ.૫૩, રહે. શિવનગર સોસાયટી, કોઠારીયા રોડ), અરવિંદ રાજાભાઈ ધોયડ (ઉ.વ.૩૮, રહે. માયાણી ક્વાર્ટર, વિશ્વનગર), ઊર્મિલાબેન રમેશભાઈ ચાવડા (ઉ.વ.૩૫, રહે. કૈલાશ પાર્ક), હેતલબેન દિનેશભાઈ ડાંગ (ઉ.વ.૩૫, રહે. રાજલક્ષ્મી શેરી નં.૭, નંદા હોલ પાસે), ઈલાબેન અશ્વિનભાઈ મણાણી (ઉ.વ.૫૦, રહે. પટેલ પાર્ક, શેરી નં.૨) અને હંસાબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.૫૨, રહે. હસનવાડી-૦૧)ને પકડી લીધા હતાં.
ચોથો દરોડો યુનિવર્સિટી પોલીસની ટીમે કોન્સ. કિશોરભાઈ ડાયાભાઈ પરમારની બાતમી પરથી ધરમનગર આવાસ યોજનાના ક્વાર્ટર નં.૮૪૮, બ્લોક નં.૨૯ ખાત પાડયો હતો. જ્યાં ધર્મેન્દ્ર પ્રતાપભાઈ જેઠવા પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાનું ખુલ્યું હતું. પોલીસે રૂ. ૧૧,૫૪૦ના મુદ્દામાલ સાથે ધર્મેન્દ્ર તેમજ ચંદ્રેશ કાનજીભાઈ યાદવ (ઉ.વ.૩૯, રહે. ગાંધીગ્રામ શેરી નં.૮ નો ખુણો), સચીન માધવજીભાઈ વડોલીયા (ઉ.વ.૩૨, રહે. શીતલપાર્ક, અમળતધારા રેસીડેન્સી), અરવિંદ મનજીભાઈ વાડોલીયા (ઉ.વ.૫૨, રહે. ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર, બ્લોક-૨૭, નં.૭૮૭) અને હિતેશ પ્રતાપભાઈ જેઠવા (ઉ.વ.૪૬, રહે. ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર, બ્લોક-૨૯, નં.૮૫૦) ને જુગાર રમાડતા તથા રમતા પકડી પાડ્યા હતા.
પાંચમા દરોડામાં એલસીબી ઝોન-૨ના પીએસઆઇ એસ. વી. ચુડાસમાની રાહબરીમાં એએસઆઇ હરપાલસિંહ જાડેજા, જેન્તીભાઇ ગોહિલ, શક્તિસિંહ, કુલદીપસિંહ રાણા સહિતે મવડી મેઇન રોડ પર ઉદયનગર-૨માં શેરી નં. ૪માં રહેતાં ભારતીબેન સુખાભાઇ હુંબલ (ઉ.વ.૬૦)ના ઘરમાં પાડયો હતો. પોલીસે આ વૃધ્ધ તેમજ હેતલબેન શાંતિલાલ દેત્રોજા (ઉ.વ.૪૨-રહે. નવલનગર-૧૦), દક્ષાબેન કોૈશિકભાઇ માખેચા (ઉ.વ.૫૦-રહે. ઉમિયા ચોક, અંકુરનગર મેઇન રોડ), અમીતાબેન માલદેભાઇ રાવલીયા (ઉ.વ.૪૫-રહે. ઉદયનગર-૨, મવડી રોડ), ક્રિયેન હરસુખભાઇ કમાણી (ઉ.વ.૩૮-રહે. વૃંદાવન સોસાયટી, અંકુર રોડ), લલીત નાનાલાલ રાઠોડ (રહે. ઉદયનગર-૨, મવડી રોડ), માલદે રામભાઇ રાવલીયા (ઉ.વ.૫૦-રહે. ઉદયનગર-૨) અને નિલેષ અરવિંદભાઇ અખીયાણીયા (ઉ.વ.૪૦-રહે. ઉદયનગર-૨)ને પકડી રૂા. ૪૫૨૦૦ની રોકડ કબ્જે કરી હતી
(2:19 PM IST)










