તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
તહેવારો પુર્વે જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો : સીંગતેલમાં ર૦ રૂા.નો ઉછાળો
કપાસીયા તેલમાં ૧૦ રૂા. વધ્યા : ગત સપ્તાહમાં સીંગતેલમાં ૩પ અને કપાસીયા તેલમાં ૧પ રૂા.નો ભાવવધારો થયા બાદ નવા સપ્તાહે પણ ભાવધારો યથાવત

રાજકોટ, તા., ૧૦: તહેવારો પુર્વે જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો થયો છે. આજે નવા સપ્તાહના પ્રારંભે સીંગતેલમાં ર૦ રૂા. અને કપાસીયા તેલમાં ૧૦ રૂપીયાનો ભાવવધારો થયો છે.
સ્થાનીક બજારમાં તહેવારોની ઘરાકી નિકળતા અને કાચા માલની અછતના કારણે આજે સીંગતેલમાં ર૦ રૂા.નો ભાવધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૭૦પ રૂા. હતા તે વધીને આજે ૧૭રપ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૮પ૦ થી ર૯૦૦ રૂા. હતા તે વધીને ર૮૭૦ થી ર૯ર૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.નો ભાવવધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૬૨૦ રૂા. તે વધીને ૧૬૩૦ અને કપાસીયા ટીનના ભાવ ર૭૪પ થી ર૭૯પ રૂા. હતા તે વધીને ર૭પપ થી ર૮૦પ રૂા. થયા હતા. ગત સપ્તાહમાં સીંગતેલમાં ૩પ રૂા. અને કપાસીયા તેલમાં ૧પ રૂા.ના ભાવવધારા બાદ નવા સપ્તાહના પ્રારંભે પણ ભાવવધારો યથાવત રહયો છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તહેવારો પુર્વે જ ખાદ્યતેલોના ભાવો ભડકે બળી રહયા છે.
(2:36 PM IST)










