તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા કાલે રાષ્ટ્રભક્તિ સભર સંગીત સંધ્યા

રાજકોટ તા. ૧૦ : દેશ ૧૯૪૭ના સ્વતંત્ર થયો હતો. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તારીખ સાથે તીથીનું પણ મહત્વ રહેલુ હોય સર્વોત્મ સેવા સંસ્થાન દ્વારા તીથી મુજબ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વોત્તમ સેવા સંસ્થાનના આગેવાનોએ જણાવેલ કે તીથી મુજબ સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા કાલે તા. ૧૧ ના મંગળવારે રાત્રે ૯ વાગ્યે કે. જી. ધોળકીયા સ્કુલ ઓડીટોરીયમ, બાલાજી હોલ પાસે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ગોપેશકુમારજી મહારાજશ્રી એવમ ગોસ્વામી પરાગકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં સર્વોત્મ સેવા સંસ્થાન દ્વારા રાષ્ટ્રવીરોને બિરદાવતો સંગીત સંધ્યાનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.
જેમાં પ્રારંભે પ્રવચન, વચનામૃત અને બાદમાં કુમાર પંડયા અને તેમની ટીમ દ્વારા રાષ્ટ્રભક્તિ સભર સંગીત સંધ્યા રજુ થશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વોતમ સેવા સંસ્થાનના સર્વશ્રી રઘુરાજ સીસોદીયા, અશોકભાઇ ગરાળા, પ્રમોદભાઇ લાડાણી, પ્રકાશભાઇ મેંદપરા, પ્રભાતભાઇ ગોધાસરા, મનસુખભાઇ સાપોવડીયા, નિતિનભાઇ દેપાણી, શ્યામ ચાપાણી, આશીષ વિસપરા, ભાર્ગવ જાવિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પરેશભાઇ રાબડીયા, પ્રફુલભાઇ રાજપરા, માધવજીભાઇ ફળદુ, ભાર્ગવભાઇ જાવીયા, રઘુરાજભાઇ સીસોદીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:42 PM IST)










