<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ર.૭૭ લાખના દારૂ ભરેલા ટ્રક સાથે રૈયાધારનો નાગજી ઝડપાયો

માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીનો દરોડો શરૂ અને ટ્રક સહિત રૂા. ૯.૭૭ લાખનો મુદામાલ કબ્‍જેઃ એકની શોધખોળ

રાજકોટ, તા. ૧૦: સામાકાંઠે જુના માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પરથી પી.સી.બી.એ ર.૭૭ લાખની કિંમતના દારૂના જથથા ભરેલા ટ્રક સાથે રૈયાધારમાં રહેતા આરોપીને પકડી લઇ રૂા. ૯.૭૭ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

માર્કેટીંગ યાર્ડ પાસેહાઇવે પર ટ્રાન્‍સપોર્ટનગરના ખુલે બાતમીના આધારે પી.સી.બી.એ દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ડ્રાઇવરની પુછતાછ કરાતા તેણે પોતાનું નામ નાગજી દેવાભાઇ ચાવડા ઉ.વ. ૩૩, રહે. રાણીમાં રૂડીમાં ચોક પાસે રૈયાધાર હોવાનું જણાવ્‍યુ હતું.

પોલીસે ટ્રકની તપાસી લેતા તેમાંથી ર.૭૭,૬પ૬ ની કિંમતની દારૂની ર૭૬ બોટલ મળી આવતા દારૂના જથ્‍થા અને ટ્રક સહિત રૂા. ૯.૭૭ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસે આરોપી નાગજી ચાવડાની પુછતાછ કરતા તેમાં વાલા હનુભાઇ લામ્‍બા (રહે. ગીતાંજલી સોસાયટી શેરી નં. ૬, મવડી) નું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે. આ દારૂનો જથ્‍થો આરોપી કયાંથી લાવ્‍યો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાને લઇ આ કામગીરી પી.સી.બી. પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ધનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેડ કોન્‍સ. કિરતીસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કાળોતરા, વાલજભીાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રા. જયેશભાઇ ગઢવીએ કરી હતી.

(2:58 PM IST)