News of Monday, 10th August 2026
યુ-ટયુબ ઉપર કસુંબલ લોકડાયરાનું લોન્ચીંગ

રાજકોટ : તાજેતરમાં ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એસ.જી.વી.પી. સ્કુલ, રીબડા-રાજકોટ ખાતે શ્રી ઓમ શિવમ યુવા ગૃપ-રાજકોટ દ્વારા આયોજીત કસુંબલ લોકડાયરામાં લોકસાહિત્યકાર કૌશિક મહેતા (ભૂ-દેવ), શીવદાનભાઇ બારોટ, દેશળભાઇ ગઢવી, તબલાવાદક બળવંતગીરી ગોસાઇ, અનિલભાઇ પરમાર બેન્જોવાદક-સંગીતકાર, મંજીરાના માણીગર કાનજીભાઇ પરાર વિગેરે કલાકારો સાજીંદાઓએ જમાવટ કરી હતી. આ પ્રસંગે ‘‘કસુંબલ લોકડાયરો'' યુ-ટયુબ ઉપર લોન્ચીંગ કરેલ. જે નિહાળવા મોબાઇલમાં યુ-ટયુબ ઉપર ‘‘સ્વામિનારાયણ ગુરૂકુળ-મહીકા'' પર સર્ચ/કલીક કરી સૌને આ ‘‘કસુંબલ લોકડાયરો'' માણવા જાહેર અપીલ કરેલ છે.
આ લોકડાયરાની વિશેષતા એ છે કે આપણાં અઢારેય વરણના હિન્દુ ધર્મના ભગવાનની છડી પોકારેલ છે તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રાઇ મોદીનું નામ કેમ આખા વિશ્વમાં નંબર વન છે ? તેનો એકજ મીનીટમાં કૌશિક મહેતા (ભૂ-દેવ) લોકસાહિત્ય કલાકારે શાષાના આધારે ઇતિહાસ કહ્યો છે. ધારાશાષાી દિલેશભાઇ જે. શાહ, ભા.જ.પ.ના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવએ અભિનંદન પાઠવ્યા હતા. આ લોકડાયરાનું દિપપ્રાગટય મહંત શાષાી સ્વામી શ્રી ધર્મવત્સલદાસજી તથા મવડી વિસ્તારનાં કોર્પોરેટર મહેશભાઇ પિપરીયાએ કરેલ.
શીવદાનભાઇ બારોટ, દેશળભાઇ ગઢવી, તબલાવાદક બળવંતગીરી ગોસાઇ, અનિલભાઇ પરમાર-બેન્જોવાદક, સંગીતકાર, કાનજીભાઇ પરમારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:24 PM IST)










