<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

શહેરમાં પાણીજન્‍ય રોગચાળાનો ઉછાળોઃ ર૪ર૬ કેસ

મચ્‍છરજન્‍ય રોગ ડેન્‍ગ્‍યુએ માથુ ઉચકયું: ર દર્દી તંત્રના ચોપડે નોંધાયા મનપા દ્વારા ૧,૧૬,રરપ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૭૩૯ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૫૧ને નોટીસ

રાજકોટ, તા. ૧૦: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્‍ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્‍યો છે. કેમ કે, શરદી, તાવ, ઉધરસ સહિતના ૨૪૨૬થી વધુ કેસ નોંધાયા હોય છે. તેમજ મચ્‍છરજન્‍ય રોગચાળાના બે કેસ નોંધયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૩ થી ૮ ઓગષ્‍ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૨૪૨૬ થી

વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૫૭ તેમજ સામાન્‍ય તાવના ૯૫૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૪૬૫ સહિત કુલ ૨૪૨૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૪૪૭૫ તેમજ સામાન્‍ય તાવના ૨૩૧૯૬ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૮૯૨૪ તથા ટાઇફોઇડના ૨૬ તેમજ કમળાના ૩૭ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યના બે કેસ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૨૧, મેલેરીયાના ૮ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૫૫૧ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૧૬,૨૨૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૭૩૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૬૨૦થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૫૧ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(3:59 PM IST)