<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ફાયર સ્‍ટેશન અને કોમ્‍યુનિટી હોલના પ્રોજેકટ અંગે વોર્ડ નં. ૧૪ની મહિલાઓ દ્વારા થાળી વગાડી વિરોધ

 

રાજકોટ : કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલાની યાદી મુજબ વોર્ડ નંબર ૧૪માં ફાયર સ્‍ટેશન અને કોમ્‍યુનિટી હોલના પ્રોજેક્‍ટ અંગે લત્તાવાસીઓમાંથી વિરોધની આંધી ફૂકાઇ છે. કારણકે આ વોકળા ઉપર ૭૫ વળક્ષ છે જે દરેક વળક્ષોને નંબર આપેલા છે. તદુપરાંત વોકળા ઉપર બે માળનું બાંધકામ ખડકાશે તો રહેવાસીના ઘરમાં ગોઠણભેર વરસાદી પાણી ભરાવાની દહેશત છે. જેના પગલે વિસ્‍તારના મહિલાઓમાં પણ વિરોધની આંધી ફૂકાઇ છે. જેના ભાગરૂપે મહાનગરપાલિકાના બાંધકામ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ સ્‍થળ સર્વે માટે જતા કોઠારીયા કોલોનીના મહિલા મંડળ દ્વારા થાળી વગાડી વિરોધ વ્‍યક્‍ત કરેલ હતો. મહિલા આગેવાનોએ જણાવ્‍યું હતું કે હવે જે કોઈ અધિકારીઓ આવશે તેઓની સામે ગાંધીગીરી કરી ગુલાબ આપી થાળી વગાડવામાં આવશે. વળક્ષ છેદન અને વોકળા પરના બાંધકામનો વિરોધ કરાશે. થાળી વગાડવાના કાર્યક્રમમાં મહિલા મંડળના મીનાબા ઝાલા, પ્રફુલાબા જાડેજા, જ્‍યોતિબેન કથરેચા, પારુલબેન ગોહેલ, રસમિતાબેન મહેતા, ભાવનાબેન ચોટલીયા, નીતાબેન ચોટલીયા, દીસાબેન મહેતા, સોનલબેન વાઘેલા, સોનલબેન મોરી, નયનાબેન પરમાર, જયશ્રીબેન વસાણી, ધારાબેન પરમાર સહિતના બહેનો જોડાયા હતા તેમ ગજેન્‍દ્રસિંહ ઝાલા (મો. ૯૪૨૬૨૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયું છે.

(2:20 PM IST)