તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
ઘંટેશ્વર ૨૫ વારીયાના રહેમાન શેખે ૧૫ વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી લઇ દુષ્કર્મ આચર્યુ
ચારેક વખત બળજબરી આચરતાં બાળા ગર્ભવતી થઇ ગઇઃ ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવીએ પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૧: શહેરમાં દૂષ્કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં પંદર વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી એક વર્ષ દરમિયાન હવસખોર ઢગાએ ચારેક વખત તેની સાથે દુષ્કર્મ આચરી લઇ તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્તારમાં રહેતાં રહેમાન સોલિહભાઇ શેખ-કાઝી વિરૂધ્ધ દૂષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદીની પંદર વર્ષની દિકરીને રહેમાને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા એક વર્ષ દરમિયાન ચાર વખત રાત્રિના સમયે પોતાના ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધી લીધો હતો. આ દરમિયાન સગીરા પાંચ માસની ગર્ભવતી બની હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે ક ચારેક વખત દૂષ્કર્મ આચરવાને કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ અંગે માતાને જાણ થતાં તેણી સગીર દિકરીને ફોસલાવી વિશ્વાસમાં લઇને પુછતાછ કરતાં તેણીએ પોતાની સાથે રહેમાન શેખે બળજબરી આચરી લીધાનું કહેતાં તેણીને સાથે લઇ માતા સહિતના પરિવારજનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં. પીઆઇ એચ. પી. ગઢવી અને સ્ટાફે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
(3:53 PM IST)










