તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
અંતિમક્રિયામાં હાજરી આપી પરત આવી રહેલા નવાગામના હરેશભાઇ પર મામાના દિકરા જયંતિનો એસિડ એટેક
બોટલમાં ભરેલા એસિડથી મોઢા પર પિચકારી મારી પછી પાઇપના ઘા ફટકાર્યા એક મહિના પહેલા નળ કનેક્શનના કામ વખતે ધુળ રસ્તા પર પડી હોઇ તે બાબતે પાડોશમાં જ રહેતાં જયંતિ સાથે બોલાચાલી થઇ હોઇ મનદુઃખ હતું: વાહનમાં તોડફોડ પણ કરીઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૧: શહેરના નવાગામમાં રહેતાં પ્રોૈઢ કોઠારીયા નજીક સગાનું અવસાન થયું હોઇ તેમની અંતિમક્રિયામાં હાજરી આપી બાઇક પર પરત ઘરે જઇ રહ્યા હતાં ત્યારે તેની બાજુમાં જ નવાગામમાં રહેતાં મામાના દિકરાએ અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી આ પ્રોૈઢને આંતરી તેના પર એસિડ ઉડાડી ઇજા પહોંચાડી માથે જતાં ગાળો દઇ પાઇપથી ફટકા મારતાં સારવાર માટે દાખલ થયા છે. નળ કનેક્શનના કામ વખતે નીકળેલી માટી બાબતે ચાલતા જૂના મનદુઃખનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. તેમજ પ્રોૈઢના ટુવ્હીલરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
જાણવામળ્યા મુબજ આ બનાવમાં નવાગામ મેઇન રોડ પર શક્તિ સોસાયટી-૬ સાકરીયા કરિયાણાવાળી શેરીમાં રહેતાં હરેશભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી જયંતિ અમરશીભાઇ ચુડાસમા સામે ગુનો નોંધ્યો છે. હરેશભાઇ પરિવાર સાથે રહે છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે સોમવારે સવારે દશેક વાગ્યે પોતાના બાઇક નં. જીજે૦૩કેઇ-૪૩૫૩ લઇને કોઠારીયા મેઈન રોડ પર આવેલા જયરામ પાર્ક ખાતે ગયા હતા. ત્યાં તેમના મામાના દીકરા ધીરૂભાઈની દિકરી અલ્પાબેનના સસરાનું અવસાન થયું હોવાથી ત્યાં ઉત્તરક્રિયાની વિધિમાં હાજરી આપવા ગયા હતા.
બપોરે બારેક વાગ્યાના સુમારે જમીને તેઓ પોતાના બાઇક પર ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તે વખતે જયરામ પાર્કથી કોઠારિયા મેઈન રોડ તરફ જવાના કાચા રસ્તે નક્ષકિરણ હોસ્પિટલ નજીક પહોંચ્યા ત્યારે રસ્તા પર અગાઉથી જ ઊભેલા તેમના મામાના દીકરા જયંતી અમરશીભાઈ ચુડાસમાએ પોતાની પાસે રહેલી એસિડની બોટલમાંથી હરેશભાઈના મોઢા પર એસિડની પીચકારી મારી હતી.
હરેશભાઈએ સ્વબચાવમાં હાથ આડો રાખતા એસિડના છાંટા ડાબા હાથની હથેળી, આંગળીઓ, મોઢા પર ડાબી આંખ, હોઠ તેમજ ગળાથી છાતી સુધીના ભાગે ઉડ્યા હતા. અસહ્ય બળતરા થતાં તેમણે બાઇક ઊભું રાખીને નજીકમાં પડેલા પાણી વડે આંખ અને મોઢું ધોવાનું શરૂ કર્યું હતુ. આ વખતે પણ જયંતિએ લોખંડના પાઇપથી હુમલો કરી પીઠના ભાગે ફટકા મારી દેતાં હરેશભાઇ પડી ગયા હતાં.
આ ઉપરાંત જયંતિએ રસ્તા પર પડેલા હરેશભાઈના બાઇકની ટાંકી પર પાઈપના ઘા મારતાં તેમાં પણ નુકસાન થયું હતું.ં આ ઉપરાંત ગાળો પણ ભાંડી હતી. ભયભીત હરેશભાઈએ થોડે દૂર જઈને તાત્કાલિક ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને ફોન કર્યો હતો. ૧૧૨ની ગાડી ઘટનાસ્થળે પહોંચતા જ આરોપી જયંતી ચુડાસમા ત્યાંથી ભાગી છૂટયો હતો. જયંતિભાઇએ તેમના પુત્ર કિશનને જાણ કરાતા તે પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
હરેશભાઈએ આ માથાકુટનું કારણ આપતાં જણાવ્યું હતું કે આશરે એકાદ મહિના પહેલાં તેમના ઘર પાસે પાણીના નળ કનેક્શન માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જેની ધુળ આરોપી જયંતીના ઘર તરફ જવાના રસ્તે પડી હોવાથી તે બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી. આ જ વાતનો ખાર રાખીને મામાના દીકરા જયંતી ચુડાસમાએ કાવત્રુ ઘડીએસિડ ઉડાડી ે પાઈપ વડે હુમલો કર્યો હતો. આજીડેમ પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એચ. વી. મારવાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:32 PM IST)










