તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય લઘુરુદ્રનું આયોજન

રાજકોટ, તા. ૧૧ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ-રાજકોટ દ્વારા પ્રતિવર્ષ શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની એક દિવસીય લઘુરુદ્ર મહાપૂજા દ્વારા આરાધના કરવામાં આવે છે.
આ વર્ષે આગામી તા. ૧૬ રવિવારે અમૃત ઘાયલ હોલ,એસએનકે સ્કુલ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી લઘુરુદ્ર મહાપૂજા રાખેલ છે. જેમાં આશરે પ૦૦થી વધુ લોકો ભાગ લેશે. ૧૧:૩૦ વાગ્યે શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિતો દ્વારા મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ પૂજામાં બેઠેલા લોકો અને અન્ય આમંત્રિત મહેમાનો, બ્રહ્મસમાજના વિવિધ તડગોળના હોદ્દેદારો વગેરે ભોજન પ્રસાદ લેશે.
આ સમગ્ર આયોજન છેલ્લા ૮ વર્ષથી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી દર્શિતભાઇ જાની, પ્રમુખ વિપુલભાઇ શુક્લ, ડૉ. અતુલભાઇ વ્યાસ અને ભાવનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ હેમાનીબેન રાવલ, વૈશાલીબેન શુક્લ, નિકેતભાઇ જોષી, રાજીવભાઇ દવે, માલતીબેન જાની, વિમલભાઇ જાની, કાર્તિકભાઇ દવે, ધાત્રીબને ભટ્ટ, દીપાબેન ભટ્ટ, અલ્કાબેન, શર્મિલાબેન, હિતુભાઇ, રક્ષાબેન, કવિતાબેન વગેરે જહેમત ઉેઠાવી રહ્યા છે.
આ પ્રકારના આયોજન દ્વારા સર્વજ્ઞાતિજનો સાથે મળી દેવાધિદેવ મહાદેવની આરાધના કરી સનાતન ધર્મ પ્રત્યે ભાવ વ્યકત કરવામાં આવે છે. યુવા પેઢી પણ આપણા ધર્મ અને સંસ્કૃતિના સંસ્કાર શીખે અને સમાજના તમામ વર્ગના લોકો એક છત નીચે ભેગા કરવાનો હેતુ હોય છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા વિપુલભાઇ શુકલ, ભાવનાબેન જોષી, હેમાનીબેન રાવલ, વૈશાલીબેન શુકલ, રાજીવભાઇ દવે, વિમલભાઇ જાની, માલતીબેન જાની નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:33 PM IST)










