તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
શહેર પોલીસના વધુ ૪૨ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની બદલી
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કાઢેલા વધુ એક બદલીના ઘાણવામાં બ્રાંચના કોઇ કર્મચારી સામેલ નહિ

રાજકોટ તા. ૧૧: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ એક વખત શહેર પોલીસ સ્ટેશનોમાં ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવી ચુકેલા કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢયો છે. આ વખતના લિસ્ટમાં ૪૨ કર્મચારીઓને અરસ-પરસ બદલવામાં આવ્યા છે. અમુકની બદલી જે તે પોલીસ સ્ટેશન કે ટ્રાફિક બ્રાંચથી હેડક્વાર્ટર ખાતે થઇ છે.
એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની બદલીના નીકળેલા લિસ્ટમાં એ-ડિવીઝન, ટ્રાફિક શાખા, થોરાળા, ભક્તિનગર, બી-ડિવીઝન, માલવીયાનગર, એરપોર્ટ, ગાંધીગ્રામ, બી-ડિવીઝન, ભક્તિનગર પોલીસ સ્ટેશન, આજીડેમ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ સામેલ છે. અલગ અલગ પોલીસ સ્ટેશોનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં હોય તેવા અમુક કર્મચારીઓને પણ હેડ ક્વાર્ટર અને ટ્રાફિક શાખામાં મુકી દેવામાં આવ્યા છે. જો કે આ વખતના લિસ્ટમાં પણ કોઇપણ મહત્વની બ્રાંચના કર્મચારીઓનું બદલીમાં નામ નથી તેની પણ પોલીસબેડામાં ચર્ચા જાગી છે.
(3:54 PM IST)










