તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
૨૬ વર્ષના પ્લમ્બર જયદિપ ચોધરીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો
આજીડેમ પાસે ઓમતિરૂમાલા પાર્કમાં બનાવઃ મોડે સુધી ઉપરના રૂમમાંથી નીચે ન આવતાં પિતા તપાસ કરવા જતાં લટકતો મળ્યોઃ ચોૈધરી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૧: આજીડેમ ચોકડી નજીક રહેતાં અને પ્લમ્બીંગ કામ કરતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક ઓમતિરૂમાલા પાર્ક શેરી નં. ૧માં રહેતાં જયદિપભાઇ ભગવાનભાઇ ચોૈધરી-મરાઠા (ઉ.વ.૨૬) નામના યુવાને ઉપરના માળે પતરાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર જયદિપભાઇ મુળ મહારાષ્ટ્રનો વતની હતો. જો કે વર્ષોથી તેમનો પરિવાર રાજકોટ સ્થાયી થયો છે. તે બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. પ્લમ્બીંગ કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા છુટક કડીયા કામની મજૂરી કરે છે. સગાના કહેવા મુજબ જયદિપભાઇ ગઇકાલે બપોરે જમ્યા બાદ ઉપરના રૂમમાં ગયો હતો. મોડે સુધી તે જાગીને નીચે ન આવતાં પિતા તપાસ કરવા ગયા ત્યારે દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતાં તોડીને જોતાં અંદર લટકતો મળતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સ્વજનોના કહેવા મુજબ આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ નહોતું. આ બનાવમાં કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(2:43 PM IST)










