<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

કાલાવડ રોડ સ્‍વીમીંગ પુલ એટલે ઇજાનું ઘરઃ તુટેલી ટાઇલ્‍સથી તરવૈયાઓને મુશ્‍કેલી

આગામી કોમનવેલ્‍થનું આયોજન ગુજરાતમાં છે ત્‍યારે રાજકોટના સ્‍નાનાગારની શરમજનક સ્‍થિતિ

રાજકોટ તા.૧૧: શહેરના કાલાવડ રોડ પર સ્‍થિત મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સ્‍વિમિંગ પુલની તૂટેલી ટાઇલ્‍સને લીધે રોજબરોજ કોઈને કોઈ તરવૈયાને પગમાં ઈજાઓ પહોંચે છે.

આજે એક તરવૈયાને પગમાં મોટો ચીરો પડી ગયો હતો. ટાંકા લેવા પડે તેવી હાલત થઈ ગઈ હતી. વર્ષ ૨૦૩૦માં ગુજરાત કોમનવેલ્‍થ ગેમ્‍સની યજવાની કરવા જઈ રહ્યું છે. રાજકોટમાંથી રમતવીરો તૈયાર કરવાની વાત તો દૂર જે સ્‍વિમિંગપુલો છે તેની હાલત આપણને શરમ ઉપજાવે તેવી   છે.  વર્ષોથી સ્‍નાનગળહોના રીનોવેશનની ફાઈલો કોર્પોરેશનના કાગળમાં જ અટવાયેલી છે. નવનિયુક્‍ત શાસકો  આ બાબતે રસ લઇ તુરંત રિપેરીંગ કે  રિનોવેશનની કામગીરી કરે તેવી તરવૈયાઓમાં માંગ ઉભી થઇ રહી છે.

(3:02 PM IST)