તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
રાજકોટ લોકમેળોઃ ૯૦ કિલોવોટના ૧૭ વીજ કનેકશન કલેકટર તંત્ર માંગશેઃ કુલ ૪ ફીડરમાંથી પાવર આવશે
અમૂક સ્ટ્રીટ લાઇટ -૨ થી ૩ ડોમ જનરેટર ઉપર રહેશેઃ વીજ પાવર માટે ૨૪ જેટલા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ..

રાજકોટ, તા.૧૧: સોરાષ્ટ્રનો સોૈથી મોટો લોકમેળો એટલે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભરાતો લોકમેળો રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તા.૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજકોટ લોકમેળામાં વીજળીની વ્યવસ્થા એક મહત્વપૂર્ણ પાસું છે. કારણ કે મેળામાં સ્ટોલ, યાંત્રિક રાઇડ્સ લાઇટિંગ , અને અન્ય સુવિધાઓ માટે વીજળીની જરૂર પડે છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દરવર્ષે વીજતંત્ર સામે માતબર વીજ કનેકશન માંગે છે.
કલેકટર તંત્રના અધીકારી સુત્રોના કહેવા મુજબ આ વર્ષે પણ ૯૦ કિલો વોટના ૧૭ વીજ કનેકશન તથા ૫૦ કિલોવોટનું ગાંધીનગર ઇન્ડેક્ષ માટે એક વીજ કનેકશન મંગાશે, મેળામાં અમૂક સ્ટ્રીટ લાઇટો, ૨ થી ૩ ડોમ જનરેટર ઉપર રહેશે, રેસકોર્ષ મેદાનની અંદર બહાર કુલ ૨૪ ટ્રાન્સફોર્મરમાંથી વીજ પ્રવાહ વહેતો કરાશે. સાધનોએ ઉમેર્યુ હતું કે કુલ ૪ ફીડરમાંથી વીજપ્રવાહ આવશે જેમાં જંકશન, પ્રેસ, ઇન્કમટેક્ષ તથા દિનદયાલ ફીડરનો સમાવેશ થાય છે. મેળાની અંદર વીજ તંત્રનો ખાસ કન્ટ્રોલ રૂમ રહેશે, તે ઉપરાંત ટ્રાન્સ ફોર્મરમાંથી વીજ કનેકશનો સૂધી અન્ડરગ્રાઉન્ડ કેબલ રહેશે, દરેક ટ્રાન્સફોર્મર પાસે અને કન્ટ્રોલરૂમમાં રાઉન્ડ ધ કલોક વીજ સ્ટાફ તેૈનાત રહેશે, વીજ કનેકશનનો અંગે બેડીનાકાના ડો.ઇજનરે શ્રી કાનાણી અને તેમનો સ્ટાફ કાર્યવાહી કરી રહયા છે. ગયા વખતે લોકમેળાનું વીજબીલ ૯૦ લાખ આસપાસ રહયાનું નોંધનીય છે.
(3:06 PM IST)










