<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

શહેરમાં ગુરૂવારે ભવ્‍ય ‘તિરંગા યાત્રા'

સ્‍વતંત્રતા પર્વની ઉજવણીઃ શહેરમાં ગુંજશે દેશભકિતના નારા સવારે ૯ વાગ્‍યે બહુમાળી ભવનચોકથી યાત્રાનો પ્રારંભ, મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા ખાતે થશે સમાપનઃ નાગરિકો, યુવાનો, મહિલાઓ, બાળકો અને વિવિધ સંસ્‍થાઓને બહોળી સંખ્‍યામાં જોડાવા મનપાની અપીલઃ યાત્રામાં આવનાર લોકો માટે શહેરમાં સાત સ્‍થળે પાર્કિંગની વ્‍યવસ્‍થા

બહુમાળીચોક બન્‍યો તિરંગામયઃ મનપા દ્વારા તડામાર તૈયારીઓ : રાજકોટઃ આગામી તા. ૧૩ ઓગસ્‍ટે યોજાનારી ‘તિરંગા યાત્રાને લઈ  મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. યાત્રાના રૂટ પર ઠેરઠેર તિરંગાના રંગોથી સુશોભન કરવામાં આવી રહ્યું છે, વિશાળ બેનરો લગાવવામાં આવ્‍યા છે તેમજ જરૂરી મંડપ અને અન્‍ય વ્‍યવસ્‍થાઓ ઊભી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બહુમાળી ભવન ચોકથી મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાનારી તિરંગા યાત્રા પૂર્વે શહેરના માર્ગો કેસરી, સફેદ અને લીલા રંગે રંગાતા દેશભક્‍તિનો માહોલ સર્જાયો છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૨.૧૮)

 

રાજકોટ તા.૧૧: ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ સમગ્ર દેશ માટે રાષ્‍ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતીક છે. રાષ્‍ટ્રીય પર્વ સ્‍વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્‍ટ્રધ્‍વજના સન્‍માન અને દેશભક્‍તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવા રાજ્‍ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્‍યમાં તા. ૦૯ થી તા. ૧૭  દરમિયાન ‘‘હર ઘર તિરંગા'' અને ‘‘તિરંગા યાત્રા'' જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૩-૦૮-૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ‘‘તિરંગા યાત્રા ૨૦૨૬''નું આયોજન કરવામાં આવ્‍યું છે. બહુમાળી ભવન ચોકથી પ્રારંભ થનારી આ તિરંગા યાત્રા શહેરમાં દેશભક્‍તિ, રાષ્‍ટ્રપ્રેમ અને રાષ્‍ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવશે. તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટએ જણાવ્‍યું હતું.

તિરંગા યાત્રાનો રૂટ

બહુમાળી ભવન ચોકથી શારદાબાગથી આઇસીઆઇસી બેન્‍કથી ચૌધરી હાઈસ્‍કૂલથી જયુબેલી ગાર્ડનથી પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા ‘‘તિરંગા યાત્રા''ના સમગ્ર રૂટ દરમિયાન દેશભક્‍તિના નારા અને રાષ્‍ટ્રધ્‍વજ સાથે શહેરીજનોમાં રાષ્‍ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવામાં આવશે.

શહેરીજનો માટે

પાર્કિંગ વ્‍યવસ્‍થા

 ‘‘તિરંગા યાત્રા''માં સામેલ થનાર શહેરીજનોની સુવિધાને ધ્‍યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (૧) શાષાીમેદાન ગ્રાઉન્‍ડ, (૨) રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, (૩) ફનવર્લ્‍ડની બાજુનું ગ્રાઉન્‍ડ, (૪) બહુમાળી ભવન ર્પાકિંગ, (૫) ચૌધરી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ, (૬) ઇન્‍ડોર સ્‍ટેડિયમ ર્પાકિંગ, (૭) મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ અને રેસકોર્ષની અંદર ચબૂતરા ગ્રાઉન્‍ડ ખાતે ખાસ ર્પાકિંગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. શહેરીજનોને પોતાના વાહનો નિર્ધારિત ર્પાકિંગ સ્‍થળોએ પાર્ક કરી ‘‘તિરંગા યાત્રા''માં બહોળી સંખ્‍યામાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે.

રાષ્‍ટ્રધ્‍વજના ગૌરવ અને સન્‍માનને કેન્‍દ્રમાં રાખીને રાજ્‍ય સરકારશ્રી દ્વારા રાજ્‍યભરમાં સ્‍વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનારી ‘‘તિરંગા યાત્રા ૨૦૨૬''માં રાજકોટ શહેરના નાગરિકો, યુવાનો, મહિલાઓ, બાળકો, વિવિધ સામાજિક-સાંસ્‍કળતિક સંસ્‍થાઓ તેમજ શૈક્ષણિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓને બહોળી સંખ્‍યામાં જોડાવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા હાર્દિક અપીલ અને અનુરોધ કરવામાં આવ્‍યો છે.(

(3:54 PM IST)