તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
રૂ.20માં મળતી જીલેટીન સ્ટિક રૂ.35માં ખરીદતો : એક્સ્પ્લોઝીવનો જથ્થો મંગાવનાર થાનગઢના હીરા ઉર્ફે હિરેન અલગોતરની ધરપકડ
આરોપી ભરત પીઠુભાઈ ધાધલ અમદાવાદની સાબરમતી જેલમાં અને આરોપી વિજય જેઠુભાઈ ખાચર વડોદરા જેલ હવાલે કર્યો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે એક્સ્પ્લોઝીવના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કર્યા બાદ આ જથ્થો મંગાવનાર આરોપી હીરા ઉર્ફે હિરેન વિઠ્ઠલભાઈ અલગોતરની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં મોટા પાયે દારૂ સપ્લાય કરનાર અને દારૂના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા વાંકાનેરના ભલગામ અને થાનગઢના બુટલેગર વિરુદ્ધ પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી આરોપી ભરત પીઠુભાઈ ધાધલ અમદાવાદની સાબરમતી જેલમાં અને આરોપી વિજય જેઠુભાઈ ખાચર વડોદરા જેલ હવાલે કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ભરત ધાધલ સામે અગાઉ રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના બે, થાનગઢમાં સ્ત્રી અત્યાચાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના બે સહિત ત્રણ ગુના મળી કુલ છ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે વિજય ખાચર સામે રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના બે ગુના, ઉપરાંત થાનગઢમાં મારામારી આર્મ્સ એકટ અને દારૂ સહિત ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.
(11:31 PM IST)










