<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સજાના વોરંટમાં ફરાર હાર્દિક પકડાયો

કેવડાવાડીના આરોપીને ભકિતનગર પોલીસે ક્રિષ્‍ના ચોક પાસેથી ઝડપી લઇ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧ર :.. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્‍ય મંડલીક નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ (ઝોન-૧) ના મદદનીશ પોલીસ કમિશનર બી. વી. જાધવ (પૂર્વ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ કરી હકિકત મેળવી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેને લઇ પોલીસ ઇ. જે. ડી. પરમાર નાઓએ સજાના વોરંટના વધુમાં વધુ આરોપીઓને શોધી બજવણી કરવા પો. સ. ઇ. એસ. એચ. ગોહીલ નાઓને સુચના આપેલી હતી. જે અન્‍વયે પો. હેડ કો. કેતનભાઇ બોરીચા, પો. કો. વસંતભાઇ બાલાસરાના બાતમીના આધારે રાજકોટ કોર્ટના સજાના વોરંટના આરોપી પકડાયેલ આરોપીના નામ સરનામા હાર્દિક દિલીપભાઇ પરમાર (રહે. કેવડાવાડી શેરી નં. ૯ કેનાલ રોડ) ને ક્રિષ્‍ના ચોક પાસેથી પકડી કાર્યવાહી કરી હતી.

(10:54 AM IST)