તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
‘હવે તારી બહેનને ઘરમાં આવી મારી નાખીશ' વેપારીને બનેવી દ્વારા ધમકી
વેપારી દિપેનભાઇના બહેન રીસામણે આવ્યાબાદ છુટાછેડા માટે કેસ કર્યો હતોઃ બનેવી ભાવેશે ફોન પર ધમકી આપતા આજીડેમમાં ગુનો નોંધાયો

રાજકોટઃ તા. ૧ર, મવડી કણકોટ રોડ પર ડ્રીમસીટી પાછળ સહજાનંદ પાર્ક ર માં શેરી નં. ૧ માં કલરવ કોર્નર એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી દિપેનભાઇ મોહનભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૬) ને તેના બનેવી ભાવેશ મનસુખભાઇ ત્રાપસીયા (રહે.: ત્રંબા) એ ફોન પર તેની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ગોંડલ રોડ પર મારૂતી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આઇશ્રી ખોડીયાર ફેબ્રીકેશન નામે વેપાર કરતા દિપેનભાઇએ ફરીયાદમાં જણાવ્યું કે, તેની નાની બહેન જલ્પાબેનના લગ્ન ર૦૧૩ માં ત્રંબા ગામે રહેતા ભાવેશ સાથે થયા હતા, ભાવેશ છેલ્લા ચારેક વર્ષથી કામધંધો કરતો ન હોય તેની બહેન જલ્પાબેન સાથે નાની નાની વાતમાં ઝઘડો કરતો હતો. આશરે નવેક માસ પહેલા તેની બહેને ફોન કરી ‘તારા બનેવીએ મને માર મારેલ છે, મારે અહી નથી રહેવું, મને તેડી જાવ' કહેતા તે ત્રંબાથી બહેનને તેડી ઘરે આવ્યો હતો. બાદમાં તેની બહેને ભાવેશ સામે ફેમીલી કોર્ટમાં છુટાછેડાનો કેસ કર્યો હતો. જે કોર્ટમાં ચાલું છે. આ કોર્ટ કેસને લઇ બનેવી ભાવેશ તેની બહેનને અવાર-નવાર ફોન કરીને ધમકી આપો હતો, ગઇકાલે તે કોઠારીયામાં સાઇબાબા સર્કલ પાસે હતો ત્યારે બનેવી ભાવેશે કોલ કરી ‘તારી બહેન જલ્પા કયાં છે ? તેની સાથે મને વાત કરાવો' કહેતા તેને તમે હવે મારી બહેનને ભુલી જાવ, મારી બહેને કેસ કરેલ છે.
મારી બહેનને હવે તમારી સાથે રહેવું નથી' તેમ જવાબ આપતા ભાવેશે ઉશ્કેરાઇ ‘ તો હવે તારી બહેનને ઘરમાં આવીને મારી નાખીશ' તમારાથી થાય તે કરી લેજો, કહી ધમકી આપી હતી આજીડેમ પોલીસે ગુન્હો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે
(2:12 PM IST)










