<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

અનમોલ પાર્કના વિશાલભાઇ પંડયાએ આજીડેમના પક્ષીઘર પાસે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું

આર્થિક સંકડામણને કારણે પગલું: ફેક્‍ટરીમાં મજૂરી કરતાં હતાં: સાંજ સુધી ઘરે ન આવતાં પરિવારજનો શોધવા જતાં બેભાન મળ્‍યા બાદ દમ તોડયોઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૨: આર્થિક ભીંસને કારણે વધુ એક પરિવારના મોભીએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આજીડેમ ચોકડી પાસે રહેતાં યુવાન સવારે ઘરેથી  નીકળ્‍યા બાદ મોડી સાંજ સુધી પરત ન આવતાં તે અવાર-નવાર આજીડેમ ખાતે જતાં હોઇ ત્‍યાં તપાસ કરવા જતાં તે પક્ષીઘર પાસેથી બેભાન મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. પોસ્‍ટમોર્ટમ થતાં તેણે ઝેર પી લીધાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક-૨માં રહેતા વિશાલભાઇ પ્રવિણભાઇ પંડયા (ઉ.વ.૩૯) નામના યુવાન સાંજે સાતેક વાગ્‍યે આજીડેમના પક્ષીઘર પાસેના બગીચામાંથી બેભાન મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ રાતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. તેજપાલસિંહ સરવૈયા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોસ્‍ટમોર્ટમ થતાં તેમણે ઝેરી દવા પી લીધાનું ખુલ્‍યું હતું.

આપઘાત કરનારા વિશાલભાઇ બે ભાઇમાં નાના હતાં. તેમને સંતાનમાં ત્રણ વર્ષ અને ચોૈદ વર્ષની બે દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે. વિશાલભાઇ સ્‍ટીલ ફેક્‍ટરીમાં મજૂરી કામ કરતાં હતાં. કેટલાક સમયથી આર્થિક સંકડામણ હોઇ તેના કારણે પગલુ ભરી લીધાનું પ્રાથમિક તારણ સગાએ જણાવ્‍યું હતું.

(2:37 PM IST)