<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

રાજકોટ લોકમેળોઃ જેમને સ્‍ટોલ નથી મળ્‍યા કે નથી લાગ્‍યા તે લોકોને રિફંડ આપવાનું શરૂ

લાખોની રોકડ અરજી કરનારના બેંક ખાતામાં સીધી ટ્રાન્‍સફર થશે

રાજકોટ, તા. ૧રઃ લોકમેળા માટે જે વેપારીઓ અને અરજદારોને ડ્રો દરમિયાન સ્‍ટોલ કે પ્‍લોટ ફાળવવામાં નથી આવ્‍યા, તેમના માટે મેળા સમિતિ અને કલેક્‍ટર તંત્ર દ્વારા ડિપોઝિટ તથા અરજી ફીનું રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

દર વર્ષે યોજાતા આ મેળામાં ખાણી-પીણી, રમકડાં, યાંત્રિક રાઇડ્‍સ અને ફનઝોન માટે અરજીઓ આવતી હોય છે. નિયમિત પ્રક્રિયા મુજબ કલેક્‍ટર તંત્ર દ્વારા ડ્રો યોજીને સ્‍ટોલની ફાળવણી કરવામાં આવે છે, અને જે અરજદારો આ ડ્રોમાં પસંદ નથી પામતા તેમને તેમની ભરપાઈ કરેલી રકમ પરત કરવામાં આવે છે. અરજદારોએ અરજી વખતે આપેલી બેંક ખાતાની વિગતો (મુજબ જ નાણાં સીધા બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરવામાં આવી રહ્યા છે.

જો કોઈ અરજદારના ખાતામાં રિફંડ જમા ન થયું હોય, તો તેમણે તેમની મૂળ અરજી પહોંચ, બેંક પાસબુકની નકલ અને ઓળખકાર્ડ સાથે મેળા સમિતિ/કલેક્‍ટર કચેરીની લોકમેળા શાખાનો સંપર્ક કરવાનો રહેશે.લોકમેળા તંત્ર દ્વારા તમામ બિન-સફળ અરજદારોને તબક્કાવાર રીતે રકમ જમા થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી છે.

(2:55 PM IST)