તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
કાલે દેશભક્તિના રંગે રંગાશે રાજકોટઃ ભવ્ય ‘તિરંગા યાત્રા'
સવારે ૯ વાગ્યે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાનઃ જ્યુબિલી ગાર્ડન ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી તિરંગાની આન-બાન-શાન સાથે ગુંજશે શહેર : રૂટ પર ૮ વિશેષ સ્ટેજ, લોકનળત્ય-લોકસંગીત સહિત સાંસ્કળતિક કાર્યક્રમો જમાવશે આકર્ષણ

રાજકોટ, તા.૧૨: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તા. ૧૩ ઓગસ્ટના રોજ રાજકોટ દેશભક્તિના રંગે રંગાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે ૯ વાગ્યે બહુમાળી ભવન ચોકથી ભવ્ય ‘તિરંગા યાત્રા-૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગાની આન-બાન-શાન સાથે નીકળનારી આ યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.
તિરંગાની શાન, દેશની આન - રાજકોટ બનશે દેશભક્તિની ઓળખના ભાવ સાથે તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન કરી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચશે. યાત્રામાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
યાત્રાના રૂટ પર ૮ સ્ટેજઃ લોકસંસ્કળતિના રંગો છવાશે
તિરંગા યાત્રાના રૂટ ઉપર અલગ-અલગ સ્થળોએ આઠ જેટલા વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. આ સ્ટેજ ઉપર કલાકારો અને વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની સમળદ્ધ લોકસંસ્કળતિ તેમજ ભારતીય સંસ્કળતિના વૈવિધ્યને ઉજાગર કરતી વિવિધ કળતિઓ રજૂ કરવામાં આવશે.
સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો ઉપરાંત દેશભક્તિનાં ગીતો, ક્લાસિકલ નળત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ અને ડાંગી નળત્ય સહિતની રજૂઆતો આકર્ષણ જમાવશે. વિવિધ કલાકારો લોકનળત્ય અને લોકસંગીત સાથે યાત્રામાં જોડાયેલા લોકોનું અનોખી રીતે સ્વાગત અને અભિવાદન કરશે.
રાસ-ગરબા, શરણાઈથી કઠપૂતળી-રાજસ્થાની નળત્ય સુધી
યાત્રાના માર્ગો ઉપર રાસ-ગરબા, શરણાઈ, છત્રી સહિતની વિવિધ સાંસ્કળતિક રજૂઆતો યોજાશે. કઠપૂતળી અને રાજસ્થાની નળત્ય પણ રજૂ કરવામાં આવશે. ગુજરાતની લોકકળાથી લઈને રાજસ્થાની લોકસંસ્કળતિ સુધીના વિવિધ રંગો એકસાથે જોવા મળવાના હોવાથી તિરંગા યાત્રા વિશાળ સાંસ્કળતિક મહોત્સવનું સ્વરૂપ ધારણ કરશે.
બહોળી સંખ્યામાં જોડાવા શહેરીજનોને અપીલ
રાજકોટની ધરતી પર દેશભક્તિનો જુવાળ જગાવતી તિરંગા યાત્રાને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા રાજકોટના નાગરિકોને બહોળી સંખ્યામાં ઉત્સાહભેર યાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(3:01 PM IST)










