<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

યુજીસી દ્વારા મૂકાયેલા નવા નિયમો સામે પ્રચંડ વિરોધ નિયમો તાત્‍કાલિક રદ કરોઃકલેકટરને આવેદન

રાજપૂત કરણી સેના દ્વારા દેખાવોઃ તંત્રને વિસ્‍તૃત રજૂઆતો

 

 

યુજીસીના નવા નિયમો સામે રાજપૂત કરણી સેનાએ આવેદન પાઠવ્‍યું હતું. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

 

રાજકોટ, તા.૧૨: યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન દ્વારા તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રે અમલમાં મુકાયેલા નવા નિયમો અને ફેરફારો સામે રાજપૂત કરણી સેના તેમજ સવર્ણ સમાજની વિવિધ સંસ્‍થાઓ દ્વારા ભારે વિરોધ વ્‍યકત કર્યો છે. આ મામલે રાજપૂત કરણી સેનાના સૌરાષ્‍ટ્ર પ્રદેશના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્‍ટરને એક આવેદનપત્ર પાઠવી આ નિયમો તાત્‍કાલિક ધોરણે રદ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્‍યા અનુસાર, રાજપૂત કરણી સેના દ્વારા હંમેશા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતોના રક્ષણ માટે અવાજ ઉઠાવવામાં આવ ે છે.યુજીસી  દ્વારા લાવવામાં આવેલા નવા નિયમો અને નીતિગત ફેરફારોને કારણે સમગ્ર શિક્ષણ ક્ષેત્રે ગંભીર અસંતોષ અને ચિંતાનો માહોલ ઊભો થયો છે.રાજપૂત કરણી સેના અને સવર્ણ સમાજના અગ્રણીઓ સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપે છે કે જો યુજીસીના આ વિવાદિત નિયમો પરત ખેંચવામાં નહીં આવે, તો તમામ સમાજના હિત માટે ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસન અને સરકારની રહેશે.આવેદનપત્ર રજૂ કરતી વખતે સૌરાષ્‍ટ્ર પ્રમુખ આદિત્‍યસિંહ ગોહિલ, સૌરાષ્‍ટ્ર પ્રભારી સત્‍યજિતસિંહ જાડેજા તેમજ કરણી સેના અને સવર્ણ સમાજના વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્‍થાઓના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આવેદન પત્રમાં મુખ્‍ય માંગણીઓમાં ૧. યુજીસી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવાદિત નીતિઓ અને નવા નિયમોને તાત્‍કાલિક ધોરણે રદ કરવામાં આવે. ૨. વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતના હિતમાં હોય તેવી જૂની વ્‍યવસ્‍થા પુનઃ સ્‍થાપિત કરવામાં આવે.

(3:05 PM IST)