<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મોબાઇલ ટાવર ઉપરના નેટવર્કના ૨૦ ડીવાઇસની ચોરી કરનાર ત્રિપુટી પકડાઇઃ ૭ ચોરીનો ભેદ ખુલ્‍યો

રાજકોટ-અમદાવાદમાં ૨ મહિનામાં અનેક ડિવાઇસની ચોરી કરી દિલ્‍હી મોકલાવી ત્‍યાંથી વિદેશમાં મોકલાતી'તી : શાપરના પીઆઇ આર.બી. રાણા તથા ટીમને સફળતા

તસ્‍વીરઃ પકડાયેલ (ત્રિપુટી) (નીચે બેઠેલા) સાથે શખ્‍સો પોલીસનો કાફલો નજરે પડે છે. 

રાજકોટ, તા., ૧રઃ મોબાઈલ ટાવરો પર નેટવર્ક માટે લગાડવામાં આવતા AZNA ડીવાઈસની ચોરી કરતી ત્રિપુટીને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધા છે. આ ત્રિપુટીએ રાજકોટ અને અમદાવાદમાંથી અનેક ડીવાઈસ ચોરી કરી વિદેશ મોકલી દીધાનું બહાર આવ્‍યું છે. 

શાપર-વેરાવળમાં કોઇ અજાણ્‍યા ઇસમો ઇન્‍ડસ કંપની દ્વારા ઉભા કરેલ મોબાઇલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે AZNA  રીમોર્ટ રેડીયો યુનિટ કિ. રૂા. ૧,ર૦,૦૦૦ના જે ટાવર ઉપર ચડીને વાયરીંગ કટ કરી ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થતા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલના માર્ગદર્શન હેઠળ શાપર-વેરાવળ પોલીસ ઇન્‍સ. આર.બી.રાણાએ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ આધારે આરોપીઓ (૧) જયદીપ સનાઓ વલ્લભભાઇ છગનભાઇ બાવળીયા,  ધંધો ડ્રાઇવીંગ રહે.માનસરોવર, મહીકા મેઇન રોડ, જે.કે.રેસીડન્‍સી, રાજકોટ મુળ રહે.ધારે શ્નતા.ચોટીલા. જી.સુરેન્‍દ્રનગર : (૨) રાહુલ સન/ઓ સુરેશભાઇ મોહનભાઇ સતવાણી, ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે ધારેઇ તા.ચોટીલા જી.સુરેન્‍દ્રનગર તથા (૩)ધર્મેશ સનાઓ ધીરૂભાઈ જેઠાભાઈ મેવાસીયા, ઉ.વ.૨૦ રહે. નાની લાખાવાડ તા. જસદણ જી. રાજકોટને બે NOKIA કંપનીના AZNA રીમોર્ટ રેડીયો યુનિટ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- કાર કિ. ૧૦ લાખ તથા મોબાઇલ ફોન સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

 પકડાયેલ આરોપીઆએ  છેલ્લા બે માસથી ગુજરાત રાજયના અલગ અલગ શહેરો જેમાં અમદાવાદ તથા રાજકોટ ખાતેથી મોબાઇલ ટાવરમાંથી ડીવાઇસ ચોરી કરી કુરીયર મારફતે અલગ અલગ શહેરોમાંથી પોતાના મળતીયાઓ મારફતે દિલ્લી મોકલાવી દિલ્લીથી આ ડીવાઇસ એક્ષપર્ટ માણસો દ્રારા વિદેશમાં અલગ અલગ જગ્‍યાઓએ મોકલતા હોવાની કબુલાત આપેલ છે. પકડાયેલ ત્રિપુટીએ  (૧) આજથી પંદરેક દિવસ પહેલા અમદાવાદ રીંગ રોડ ઉપરથી રાત્રીના સમયે બે અલગ અલગ મોબાઇલ ટાવર પરથી કુલ ૦૫ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની ચોરી, (૨) આજથી આઠેક દિવસ પહેલા રાજકોટ, મોરબી રોડ ગ્રીન લેન્‍ડ ચોકડીથી આગળ રાત્રીના સમયે મોબાઇલ ટાવર પરથી કુલ ૦૨ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ તથા આજીડેમ પાસે, માનસરોવર સોસા. એ જે વજનકાંટા (ચીકન ચોક) ની સામેના મોબાઇલ ટાવર પરથી કુલ ૦૩ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ એમ કુલ ૦૫ આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત કરેલ છે. (૩) આજથી છએક દિવસ પહેલા રાજકોટ, કોઠારીયા પીરની દરગાહની પાસે રાત્રીના સમયે મોબાઈલ ટાવર પરથી કુલ ૦૨ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ આશરે કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ની ચોરી -કરેલની કબુલાત કરેલા છે.(૪) આજથી પાંચેક દિવસ પહેલા રાજકોટ, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ, રવિવારી ભરાય તેની સામેથી રાત્રીના સમયે મોબાઇલ ટાવર પરથી કુલ ૦૩ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ આશરે કિ.રૂ.૧,૮૦,૦૦૦/- ની ચોરી, તેમજ (૫) આજથી ચારેક દિવસ પહેલા રાજકોટ, કોહારીયા, રણુજા મંદીર પાસેથી રાત્રીના સમયે મોબાઇલ ટાવર પરથી કુલ ૦૨ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ આશરે કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ની ચોરી,(૬) ગઇ.તા.૦૬/૦૮ ના રોજ રાજકોટ, કાલાવાડ રોડ વચ્‍ચે આવેલ મોબાઇલ ટાવર પરથી મોડી રાત્રીના સમયે કુલ ૦૧ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ આશરે કિ.રૂ.૬૦,૦૦૦/- ની ચોરી, (૭) ગઈ તા.૦૭/૦૮ ના રોજ રાજકોટ, ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ -૦૨ પર આવેલ મોબાઇલ ટાવર પરથી મોડી રાત્રીના સમયે કુલ ૦૨ AZNA રીમોર્ટ રેડીયો યુનિટ આશરે કિ.રૂ.૧,૨૦,૦૦૦/- સહિત ર૦ થી વધુ ડીવાઇસ ચોરી કરેલની કબુલાત કરેલ છે.

આ કામગીરી શાપર વેરાવળ પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ આર.બી.રાણા તથા પો.સબ ઇન્‍સ  એસ.આર.પંડયા, તથા પો.હેડ કોન્‍સ મહેન્‍દ્રભાઇ ધાધલ, દીનેશભાઇ ખાટરીયા તથા પ્રવિણભાઇ મકવાણા, અરવિંદભાઇ ઝાપડીયા તથા પો.કોન્‍સ. દીવ્‍યેશભાઇ શામળા દ્વારા કરવામાં આવેલ છે.

(3:11 PM IST)