<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સર્વેશ્વર સંગ, કેસરિયો રંગ, જન્‍માષ્‍ટમીનો ઉમંગઃ આયોજન શાનદાર, તૈયારી જોરદાર

ઝુલો કાના ઝુલો હીંડોળો ટનાટન છે, મખમલની ગાદી અને મખમલના તકિયા, રેશમના હીરની બાંધી છે દોરી, શોભા ઝુલાની ટનાટન છે : મહોત્‍સવ સમિતિના કાર્યાલય મંત્રીઓની નિમણૂંક જાહેરઃ પરંપરાગત એક પછી એક કાર્યક્રમો થશેઃ શોભાયાત્રાને વધુ આકર્ષક બનાવવા પ્રયાસો

રાજકોટ, તા. ૧રઃ વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા તા. ૪ સપ્‍ટેમ્‍બરે જન્‍માષ્‍ટમી ઉજવવાની તૈયારી થઇ રહી છે. સર્વેશ્વર શ્રી કૃષ્‍ણને આવકારવાનો ભકતોમાં ઉત્‍સાહ છે. સમિતિ દ્વારા દર વર્ષે જન્‍માષ્‍ટમી મહોત્‍સવ નિમિતે યોજાતા કાર્યક્રમો ટુંક સમયમાં જાહેર થશે.

ભગવાન શ્રીકળષ્‍ણના જન્‍મોત્‍સવને ભવ્‍યતા અને દિવ્‍યતા સાથે ઉજવવા માટે જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના કાર્યાલય પર  ધમધમાટ શરુ થઈ ગયો છે.  માર્ગદર્શક સમિતિના સભ્‍યો માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્‍યક્ષ રાજાભાઇ (વાવડી), કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રૂપારેલીયાએ કાર્યાલયના  અસરકારક સંચાલન માટે કાર્યાલયના સહ ઇનચાર્જ દિપકભાઇ ગમઢાએ કાર્યાલય મંત્રીઓની મહત્‍વપુર્ણ નિમણુકની ઘોષણા કરી હતી. કાર્યાલયની વિવિધ કામગીરીને સુચારુ રીતે સંકલિત કરવા તથા કાર્યકર્તાઓ અને વિવિધ જવાબદારીઓ વચ્‍ચે સેતુરૂપ ભૂમિકા નિભાવવા માટે રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઈ તાવીયા, દિલિપભાઇ દવે, હેનિલસિંહ પરમાર, ધનરાજભાઇ રાઘાણી અને અનંતભાઇ નેનુજી સાથે મળીને કામની યોગ્‍ય વહેચણી કરીને કાર્યાલયના કામને ગતીશીલ બનાવશે.

પાયાના કાર્યકર્તા તરીકે જાણીતા રાજુભાઇ ઉમરાણીયા સંગઠનના દરેક કાર્યમા અગ્રેસર રહીને જવાબદારી નિભાવતા રહ્યા છે. પ્રખંડ મંત્રી થી જીલ્લા મંત્રી સુધીની ફરજો નિભાવ્‍યા બાદ હાલ તેઓ રાજકોટ મધ્‍ય જીલ્લામાં સેવા પ્રમુખ તરીકે કાર્યરત છે. સિવિલ હોસ્‍પીટલમાં ચાલતા અખંડ અને અવીરત અન્નક્ષેત્રમા નિત્‍ય સેવા આપિને તથા દર્દી નારાયણની નિરંતર સેવા કરીને ‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'' ના ભાવને યથાર્થ બનાવે છે.

પંકજભાઈ તાવીયાએ છેલ્લા ૨૫ વર્ષોથી સંગઠનની યોજનાઓમાં મહત્‍વપુર્ણ યોગદાન આપ્‍યુ હોવા ઉપરાંત તેઓ રાજકોટ ઉતર જીલ્લામાં ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તાજેતરમા સૌરાષ્‍ટ્ર પ્રાંત ની વિહિપની બેઠકમા તેમને કોષાધ્‍યક્ષ તરીકેનુ વિષેશ દાયિત્‍વ આપવામા આવ્‍યુ હતુ. મહોત્‍સવમાં કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

દિલિપભાઇ દવે પણ સફળતા પુર્વકની કામગીરી કરનાર કાર્યકર્તાઓમાં મોખરાના સ્‍થાને હંમેશા કાર્યરત, છે. વિશ્વ હિંદુ પરીષદમા રાજકોટ મધ્‍ય જીલ્લાના કોષાધ્‍યક્ષની જવાબદારીની સાથે છેલ્લા ઘણા વર્ષોથી જન્‍માષ્ટમી મહોત્‍સવના કાર્યાલય મંત્રી તરીકે અગત્‍યનું યોગદાન આપી રહ્યા છે.

ગૌમાતા પ્રત્‍યે વિષેશ લાગણી અને ભક્‍તી ધરાવતા યુવા કાર્યકર્તા હેનિલસિંહ પરમાર વિશ્વ હિંદુ પરીષદમા છેલ્લા ૧૦ વર્ષો થી કાર્યરત છે. રાજકોટ ઉતર જીલ્લામાં શ્નદેશી ગૌ વંશ રક્ષણ અને સંવર્ધન આયામના પ્રમુખ તથા આજ આયામની સૌરાષ્‍ટ્ર પ્રાંત ટીમમાં પણ નિષ્ઠાપુર્વક સેવા આપતા હોવા ઉપરાંત સંગઠનામાં ૧૦૮ તરીકે જાણીતા છે. હેનિલસિંહને હાલ કાર્યાલય મંત્રી ની જવાબદારી આપવામાં આવી છે.

ધનરાજભાઈ રાઘાણી પણ પાયાના કાર્યકર્તા હોવા ઉપરાંત બજરંગદળમાં પ્રખંડ સન્‍યોજક, જીલ્લા સુરક્ષા પ્રમુખ, જીલ્લા સહ મંત્રી વગેરે અનેક દાયીત્‍વ નિભાવીને હાલ ધર્મયાત્રા મહાસંઘ સમ્‍પર્ક પ્રમુખ તરીકે રાજકોટ મધ્‍ય જીલ્લામાં કાર્યરત છે. ધનરાજભાઈ કાયાલય મંત્રી તરીકે કામગીરી કરશે.

વિશ્વ હિંદુ પરીષદના પુર્ણકાલીન કાર્યકર્તા એવા અનંતભાઇ નેનુજી જેઓ રાજકોટ ઉતર જીલ્લામા મંદીર અર્ચક પુરોહિત સમ્‍પર્ક પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા હોવા ઉપરાંત વિહિપના પ્રાંત કાર્યાલયમા પણ પુર્ણ સમય સેવા આપે છે.(૬.૧૯)

રાજુભાઇ ઉમરાણીયા       પંકજભાઇ તાવિયા                      દિલીપભાઇ દવે                        હેનિલસિંહ પરમાર     ધનરાજભાઇ રાઘાણી        અનંતભાઇ નેનુજી

(3:23 PM IST)