તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th August 2026
તિરંગા યાત્રા રૂટ પર તમામ વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કીંગ
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામું : આવતીકાલે યોજાનારી તિરંગાયાત્રા માટે ટ્રાફીક નિવારણ માટે રૂટ નક્કી કરાયાઃ સાત સ્થળોએ પાર્કીંગ માટેની વ્યવસ્થા

રાજકોટ, તા., ૧રઃ રાજકોટમાં આવતીકાલે તા.૧૩ ના તિરંગાયાત્રા યોજાનાર છે. જે બહુમાળી ભવન ચોકથી કસ્તુરબા રોડ પરથી જયુબેલી ચોક પુર્ણ થશે. ત્યારે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ બહાર પાડી ટ્રાફીક સમસ્યા નિવારવા માટે આ રૂટને તમામ વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કીૈગ જાહેર કરાયો છે.
સુત્રોએ જણાવ્યું છે કે, રાજકોટમાં તિરંગાયાત્રા આવતીકાલે ૭ થી ૧૧.૩૦ સુધી યોજાનાર છે. ત્યારે પોલીસ હેડ કવાર્ટરથી બહુમાળી ભવન ચોક થઇ કસ્તુરબા રોડ, ધરમ સિનેમા ચોક, ચૌધરી હાઇસ્કુલ ચોક, અરવિંદભાઇ મણીયાર હોલથી જયુબેલી ચોક સુધીના રોડ પર ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કીંગ જાહેર કરાયું છે.
વાહન ચાલકો (૧) પોલીસ હેડ કવાટર્સથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે. અને જુની. એન.સી.સી.ચોકથી કિશાનપરા ચોક અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફિક શાખા તરફથી જઈ શકશે.
(ર) ટ્રાફિક શાખાથી ચાણકય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે. અને શ્રોફરોડથી ટ્રાફિક શાખા, પોલીસ હેડ કવાટર્સ સર્કલ તરફથી જઈ શકશે.
(૩) શારદાબાગ સરકીટ હાઉસ આઉટ ગેઈટથી ચાણકય બિલ્ડીંગ ચોક તરફ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે અને ગેલેકસી ૧૨-માળ બિલ્ડીંગથી જીલ્લા પંચાયત ચોકથી જઈ શકશે.
(૪) જામટાવર પીજીવીએસીએલની ઓફિસથી ધરમ સિનેમા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે. અને ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સકલ જુની એન.સી.સી.ચોક જઈ શકશે તેમજ જામટાવર ચોકથી હોસ્પીટલ ચોક ખટારા સ્ટેન્ડથી જઈ શકશે તથા પ્ર.નગર પો.સ્ટે. તરફથી ધરમસિનેમા તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે અને સદર રોડ ફુલછાબ ચોકથી જઈ શકશે.
(૫) હોસ્પીટલ ચોકથી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે અને હોસ્પીટલ ચોકથી કોર્ટ ચોકથી જઈ શકરો તથા હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે. લીંમડા ચોક અને સદર રોડથી જઈ શકશે.
(૬) હોસ્પીટલ ચોકથી લવલી ગેસ્ટ હાઉસ અરવિંદભાઇ મણીયાર હોલ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે.
અને હોસ્પીટલ ચોકથી કોર્ટ ચોકથી જઈ શકશે અને લોટરી બજારથી જઈ શકશે.
(૭) ભાભા ગેસ્ટ હાઉસ ચોકથી જયુબેલી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરાયો છે અને પંચનાથ મેઇન રોડ તરફ જઈ શકશે અને દિપક રોડ-વેઈઝ થી ઢેબર રોડ વન-વે માંથી જઈ શકશે.
(૮) પારેવડી ચોક તરફથી આવતી અને એસ.ટી બસ સ્ટેશન તરફ જવા માંગતી તમામ બસો હોસ્પીટલ ઓવર બ્રીજના સર્વિસ રોડ થી ખટારા સ્ટેન્ડથી ઢેબર રોડ ઢેબર ચોક થી એસ.ટી. બસ ડેપો તરફ જઇ શકશે અને એસ.ટી. બસ સ્ટેશન તરફથી જ્યુબેલી ચોક તરફથી પસાર થતી એસ.ટી. બસો. ઢેબર ચોકથી ખટારા સ્ટેન્ડની ચોક તરફ જઇ શકશે.
પાર્કિંગ સ્થળ
ક્રમ પાર્કીંગ સ્થળ વાહનના પ્રકાર
૧. નહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન સામે પ્રવેશ કિશાનપરા ચોક કાર, મો.સા., સાયકલ
ર. રેસકોર્ષ મેળા ગ્રાઉન્ડ બસો માટે
૩. ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ બસ, ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે
૪. શાષાી મેદાન બસ, ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે
પ. બહુમાળી ભવન પ્રવેશ સરકારી કવાર્ટર વાળો ગેઈટ કાર, મો.સા., સાયકલ
૬. મહાત્મા ગાંધી મ્યુઝીયમ કાર, મો.સા., સાયકલ
૭. ઇન્ડોર સ્ટેડીયમ કાર, મો.સા., સાયકલ
(3:24 PM IST)










