<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

સંસારની ભાગદોડ ભૂલી દંપતિઓ માટે‘સુહાના સફર' : એમટીવી ખાતે રોમેન્‍ટીક સાંજ

માત્ર દંપતીઓ માટે પ્રવેશ : ૪૦ વર્ષથી વધુ ઉંમરના દંપતિઓ માટે મ્‍યુઝીકલ, કપલ ડાન્‍સ, રમતો અને જૂની યાદો : કોટેજ બુકમાં રપ ટકા ડિસ્‍કાઉન્‍ટ

રાજકોટ : રંગીલા રાજકોટવાસીઓને દર મહિને એક નવું જ મનોરંજન આપવા માટેનું જાણીતું સ્‍થળ એટલે મોટલ ધ વિલેજ આ મહિને પણ એક સુંદર મજાની ઇવેન્‍ટ લઇને આવી રહ્યું છે. ૧૬ ઓગસ્‍ટની રોમેન્‍ટીક સાંજે ‘સુહાના સફર'.

આજે જીવન એટલું પ્રવૃત્તિમય બની ગયું છે કે કોઇને પોતાના માટે સમય જ નથી મળતો. એમાં પણ જે ૪૦ વર્ષની ઉપરનાં દંપતિ છે તે પોતાના છોકરાનાં ભવિષ્‍ય માટે તેના ભણતર-ગણતર અને લગ્ન-નોકરી જેવી સાંસારીક જવાબદારીઓથી એટલા બધા બંધાઇ ગયા છે કે આ દંપતિને પોતાના માટે જ સમય મળતો નથી અને એટલા માટે જ એમટીવી રિસોર્ટ આવા દંપતિની માટે જ ‘સુહાના સફર' ઇવેન્‍ટ લઇને આવી રહી છે. જેમાં દંપતિ એક સાંજને મનભરીને માણશે, પોતાના માટે જ જીવશે અને સાંજને જીવનભરની યાદગીરી બનાવી લેશે.

મોટલ ધ વિલેજમાં લીલાછમ નૈસર્ગીક વાતાવરણમાં તમામ જવાબદારી, સમસ્‍યા ભૂલી એક રોમાન્‍ટીક સાંજ મળશે અને એમટીવી તેમની આ સાંજને યાદગાર બનાવવા માટે જેમાં માત્ર દંપતિને જ એન્‍ટ્રી છે. આ રંગીલી સાંજે કરાઓકે મ્‍યુઝીક સાથે ઝુમી શકશો, ગીતો ગાઇ શકશો, કપલ ડાન્‍સ કરી શકશો સાથે એન્‍કર દ્વારા તંબોલા હાઉસી અને અન્‍ય રમત ગમતો રમી શકશો. દંપતિઓ તેમની જેની ખટીમીઠી યાદો-સંસ્‍મરણોને રજુ કરી શકશે. ડીજેની ધમાલ અને એમટીવીનો આનંદ સાથે ભાવતા ભોજનીયાનો લાભ પણ લઇ શકાશે. આ ઇવેન્‍ટમાં આવેલ દંપતિ એમટીવીનાં કોટેજીસમાં રોકાશે તો સ્‍પેશીયલ રપ% ડીસ્‍કાઉન્‍ટ પણ મળશે.

વધુ વિગત માટે સંપર્ક કરો - ૯૭ર૭ર૩૩ર૯૭, ૯૭૧ર૭૮૩૩૩૩, ૯૯૦૯૯૮૩૩રર

 

(1:27 PM IST)