હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આજથી દશામાના વ્રતનો પ્રારંભ : શ્રધ્ધાને વંદન, અંધશ્રધ્ધાથી આઘા રહેજો : વિજ્ઞાન જાથાની અપીલ
ભારતમાં દશામાના નામે ૨૦૦ કરોડનો કારોબાર : પરપ્રાંતિય ભિખારીઓ રાજયમાં મોટી સંખ્યામાં આવતા હોય સાવધ રહેવા નમ્ર ટકોર

રાજકોટ તા. ૧૩ : સદીઓથી ભારતમાં અનેક ત્યૌહારો, ઉત્સવો, માન્યતાઓ, રિવાજો પ્રમાણે પોતાના પ્રાંત મુજબ આસ્થા પ્રમાણે ઉજવણી થાય છે. દેશમાં શ્રદ્ધા પ્રમાણે ઉજવણી કરવાનો સૌને હક્ક બક્ષેલો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાની ઉજવણીમાં કૌતુક ઉભું કરી, ચમત્કાર યેનકેન ધ્યાનાકર્ષણ કરી શ્રદ્ધાનો માહોલ ઉભો કરી લેભાગુઓ છેતરી ન જાય તે માટે સાવધાન રહેવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરવામાં આવી છે. જાથાએ કરેલા સર્વે મુજબ દશામાના નામે મોટો કારોબાર અને પરપ્રાંતિય ભિખારીઓ કમાણી સાથે યેનકેન છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. રાજયમાં શ્રાવણ માસ ઓગસ્ટથી કાર્તિક પૂનમ સુધી ઢોંગીઓથી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, છેલ્લા ૨૪ વર્ષથી જોરશોર અને ઉન્માદથી દશામાની ઉજવણી થાય છે. તેમાં છેલ્લા વર્ષોમાં દશામાના વ્રતે જે હરણફાળ પ્રગતિ વિવિધ સ્વરૂપે તેમાં ચમત્કાર, વેપારે જે સ્થાન લીધું છે તે વિચારણીય છે. આ વ્રતમાં દશામાની મૂર્તિ તેનું વાહન સાંઢણી, તેના શ્રળંગાલ, જરૂરી ક્રિયાકાંડના સાધનો, ઉપવાસ, કથાઓની ચોપડીઓ, યુટયુબ ઉપર જે રીતે પ્રચાર ખર્ચ અને વેચાણ થઈ રહ્યું છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠશે. દશામા હંમેશા પૂજનીય માતા શ્રદ્ધાળુઓ અને ધાર્મિક લોકો માટે રહેશે. તેમાં શંકા નથી. આદિકાળથી પૂજાય તેમાં ખોટું નથી. શ્રાવણ માસમાં રાજયમાં વ્રતની ઉજવણી ચાલી રહી છે જેનો મહત્તમ ફાયદો વેપારીઓ ઉપરાંત ચાલક ભૂઈમાં અને લેભાગુઓએ ઉઠાવ્યો છે. એક સર્વેમાં મુજબ દશામાના નામે વેપારીઓ ૨૦૦ કરોડનો ધંધો કરશે તેવો જાથાનો પ્રાથમિક અંદાજ છે. રાજયમાં દશામાની ભૂઈમાની સંખ્યા અગણિત છે. વિજ્ઞાન જાથા લોકોની જીવનપદ્ધતિમાં સુધારો થાય, પોતાના કુટુંબની આવક, સમાજનો વિકાસ, પુરૂષાર્થ, વાસ્તવિક બની, ખુલ્લુ મન રાખી ચિંતન કરી સત્ય સ્વીકારી પોતાનું જીવન સમળદ્ધ, આનંદદાયક બને તે માટે મિશનથી કામ કરે છે. જેમાં તમામ વર્ગના લોકોનો ટેકો ઈચ્છે છે. જાથા માને છે કે માતા-પિતા જ ભગવાન, ગુરૂ છે. ઘરને માનવ મંદિર બનાવવાની જરૂર છે. ધાર્મિક ક્રિયાકાંડો, વ્યર્થ રીત-રિવાજોના ખર્ચાઓ બંધ કરી રાષ્ટ્રીય અને સામાજિક વિકાસને અનુસરીને આ બાબતે ચિંતન કરવાની જરૂર છે. અંતમાં જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે દશામાનાં વ્રત દરમ્યાન ખોટી રીતે ધૂણીને હેરાન કરતી અને શ્રદ્ધા સાથે ચેડા કરતી ઢોંગી ભૂઈમાંની વિષે માહિતી હોય તો મો.૯૮૨૫૨ ૧૬૬૮૯/ ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉ૫ર સંપર્ક કરવા અપીલ છે.










