હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
ત્રણ લાખનું દેણું થઇ જતાં મવડીના અભય બુસાએ ઝેરી દવા પી લીધી
પાળ રોડ પર પાર્ટી પ્લોટ પાસે પગલુ ભર્યુઃ સારવારમાં

રાજકોટ તા. ૧૩: મવડીના પરમેશ્વરનગર-૨માં રહેતાં અભય મનસખુભાઇ બુસા (ઉ.વ.૨૨) નામના યુવાને પાળ રોડ પર શનેશ્વર પાર્ટી પ્લોટ નજીક ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છ.ે
અભય બે ભાઇમાં મોટો છે અને એક વર્ષ પહેલા લગ્ન થયા છે. હાલ તે વાવડીમાં વીએમસી ઓપરેટર તરીકે કામ કરે છે. તેના કહેવા મુજબ અલગ અલગ ખર્ચાને કારણે ત્રણેક લાખનું દેણું થઇ ગયું હોઇ તેના ટેન્શનમાં દવા પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:40 PM IST)










