<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

શ્રાવણના પ્રારંભ સાથે જુગારનો પણ પ્રારંભઃ ૪ મહિલા સહિત ર૦ ઝડપાયા

બી-ડિવીઝન, પ્ર.નગર અને એલ.સી.બી. ઝોન -ર ની ટીમના મોરબી રોડ,રેલનગર અને કાલાવડ રોડ પર દરોડાઃ ૩૮ હજારની રોકડ કબ્‍જે

રાજકોટઃ તા.૧૩, રાજકોટમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જુગારનું દુષણનો પણ પ્રારંભ થયેલ છે. બી-ડિવીઝન, પ્ર.નગર અને એલ.સી.બી. ઝોન-ર ના સ્‍ટાફે મોરબી રોડ, રેલનગર અને કાલાવડ રોડ પર દરોડા પાડી ૪ મહિલા સહિત ર૦ પતાપ્રેમીને ઝડપી લઇ ૩૮ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

બી-ડિવીઝન પોલીસના પી.એસ.આઇ. એચ.એન. જેઠવા સહિતના સ્‍ટાફે મોરબી રોડ પર યોગીપાર્ક સામે મહેશ્વરી પાર્ક શેરી નં. ર માં રાજેશ હરગોવિંદભાઇ પરમાર(ઉ.વ. ૪૬) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા રાજેશ ઉપરાંત અ  શોક મોહનભાઇ પરેસા, (ઉ.વ. પ૦), રહે. શકિત સોસાયટી સંતકબીર રોડ,  ધર્મેશ ચતુરભાઇ હિરાણી (ઉ.વ. ૪પ) રહે. અંબીકા  પાર્ક શેરી નં. ૧ કુવાડવા રોડ,અશોક ભીખાભાઇ પરમાર(ઉ.વ. ૩૮), રહે. આર્યનગર શેરી નં. ૩ પેડક રોડ, વેલજી રધુભાઇ ચૌહાણ (ઉ.વ. પ૯) રહે. રત્‍નદિપ સોસાયટી શેરી નાં. ર, પેડક રોડ, અને નવીન વીરાભાઇ પરમાર (ઉ.વ. ૪૬) રહે. તિરૂપતિ સોસાયટી શેરી નં. ૩, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે, ને રૂા. ૧૧,ર૦પ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં પ્ર.નગર પોલીસના કોન્‍સ્‍ટેબલ વિરેન્‍દ્રસિંહ પરમાર સહિતનાસ્‍ટાફે રેલનગરના અવધપાર્ક શેરી નં. પ માં રહેતા સુનિલ નાથાભાઇ ટીમાણીયા (ઉ.વ. ૩૪) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતાં સુનીલ  ઉપરાંત દિનેશ જેઠાભાઇ પરમાર, (ઉ.વ. પ૭) રહે રાણીમા રૂડીમા  ચોક, રૈયાધાર મફતીયાપરા,) બાબુ દેવજીભાઇ પરમાર (ઉ.વ. ૪૬, રહે ધરમનગર શેરી નં. ૪, બાલાજી હોલ, ૧પ૦ ફુટ રીંગ રોડ), દેવજી વાધજીભાઇ    ચૈહાણ(ઉ.વ. ૩૩, રહે. અવધપાર્ક શેરી નં. પ, રેલનગર), કાંતી દાનાભાઇ જાદવ (ઉ.વ.૪ર, રહે. રાણીમા રૂડીમાં ચોક, રૈયા ધાર, મફતીયાપરા) અને પ્રવિણ ભીમજીભાઇ વેડવા (ઉ.વ.૩૬, રહે. રાણીમા રૂડીમાં ચોક, રૈયા ધાર, મફતીયાપરા) ને રૂા.૧૧,૦૧૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

એલ.સી.બી. ઝોન-ર ના ત્રીજા દરોડામાં કોન્‍સ્‍ટેબલ સત્‍યજીતસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે કાલાવડ રોડ પર વામ્‍બે આવાસ યોજનાના બ્‍લોક નં. ર માં રૂમ નં. પ માં રહેતા ચંદ્રદિપ મશેભાઇ મહલીયા (ઉ.વ. ૩૦) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ચંદ્રદિપ ઉપરાંત ધમેન્‍દ્રદાસ રાઘવદાસ સોલંકી (ઉ.વ.૪ર, વામ્‍બે આવાસ કવાર્ટર, બ્‍લોક નં. ૪૬ ભાડેથી) વિમલ ભુપતભાઇ ખેર (ઉ.વ. ૩૦, રહે. નવલનગર શેરી નં. પ, મવડી મેઇન રોડ,) તુષાર રઘુનાથભાઇ મોરે (ઉ.વ. ૩ર, રહે.: એસ.આર.પી. કેમ્‍પ નવો ૧પ૦ ફુટ રીંગ રોડ) હેતલબા નરેન્‍દ્રસિંહ ઝાલા, (ઉ.વ. ૩૮, રહે. વૃંદાવન સોસાયટી શેરી નં. ૩, પુનીતનગર), ખીમ્‍મબા  મહાવીરસિંહ સરવૈયા (ઉ.વ.૪૦, રહે. સતનામ સોસાયટી મેઇન રોડ, પ,ુનીતનગર રોડ)  દિવ્‍યાબેન વિરલભાઇ સોંડાગર (ઉ.વ. ૩ર, રહે. સતનામ સોસાયટી શેરી નં. પ, પુનીતનગર રોડ) અને નફિસાબેન મેહબુબભાઇ અજમેરી (ઉ.વ. ર૩, રહે વિનોદનગર કવાર્ટર બ્‍લોક નં. ૧૮, હુડકો ચોકડી પાસે, કોઠારીયા રોડ) ને પકડી રૂા. ૧૬,ર૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલામાં તુષાર મોરે એસ.આર.પી.ના કૂકનો પુત્ર હોવાનું પોલીસે જણાવ્‍યું હતું.

(2:11 PM IST)