<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ભીસ્‍તીવાડમાંથી યાકુબ મોટાણીને દેશી રિવોલ્‍વર સાથે એસઓજીએ પકડયો

પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની દિગ્‍વીજયસિંહ તથા હાર્દિકસિંહની બાતમીથી કામગીરીઃ અગાઉ પણ એક હથીયાર એમપીથી મંગાવ્‍યું હતું

રાજકોટ તા. ૧૩: શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવી રાખવા મળેલી સુચના અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ભીસ્‍તીવાડના શખ્‍સને જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટર પાસેથી દેશી બનાવટની પિસ્‍તોલ સાથે પકડી લીધો હતો. માથાકુટ ચાલતી હોઇ અગાઉ પણ આવુ હથીયાર રાખ્‍યું હતું. એ હથીયાર સાથે પકડાઇ ગયા બાદ છુટીને બીજુ હથીયાર ખરીદ કર્યાનું ખુલ્‍યું હતું.

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. . આ દરમ્‍યાન જામનગર રોડ હોસ્‍પિટલ દિગ્‍વિજયસિંહ ગોહિલ તથા હેડકોન્‍સ. હાર્દિકસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જામનગર રોડ ભીસ્‍તીવાડ સ્‍લમ ક્‍વાર્ટર નં. ૧૫૮ની સામે આવેલ મરીયમ મંજીલ મકાન પાસેથી  યાકુબ ઈશાભાઈ મોટાણી (ઉ.વ.૪૩, ધંધો-ડ્રાઈવીંગ, રહે. ભીસ્‍તીવાડ સ્‍લમ ક્‍વાર્ટર નં. ૧૫૮ની સામે)ને રૂા. ૫ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્‍તોલ સાથે પકડી લઇ ૩૦ હજારનો મોબાઇલ ફોન પણ કબ્‍જે લીધો હતો.

 ઝડપાયેલ આરોપી યાકુબ મોટાણી અગાઉ  ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં આર્મ્‍સ એક્‍ટ તથા પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. પ્રાથમિક પુછતાછમાં યાકુબે રટણ કર્યુ હતું કે માથાકુટ ચાલતી હોઇ જેથી ત્રણેક વર્ષ પહેલા મધ્‍યપ્રદશેના ભીંડના રાજાવત ઉર્ફે રાજા પાસેથીઆ દેશી હથીયાર મંગાવ્‍યું હતું. અગાઉ એક હથીયાર સાથે ક્રાઇમ બ્રાંચે પકડી લીધા બાદ છુટીને આ બીજુ હથીયાર મંગાવ્‍યું હતું. સાચી વિગતો ઓકાવવા રીમાન્‍ડની તજવીજ હાથ ધરાવમાં આવી  છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઈ રાઠોડ તથા હેડકોન્‍સ. મૌલિકભાઈ સાવલીયા તથા દિગ્‍વિજયસિંહ ગોહિલ તથા હાર્દિકસિંહ પરમાર તથા કોન્‍સ. યોગેન્‍દ્રસિંહએ આ કામગીરી કરી છે

(2:12 PM IST)