હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૭ લાખના વ્યાજના ચક્કરમાં ફસાઇ જતાં માંડાડુગરના વનરાજે મહિકામાં ઝેર પીધું
ફોન કરી મિત્રને જાણ કરતાં સારવાર માટે ખસેડાયોઃ કારખાનુ કરવા અમુક રકમ લીધી હતીઃ ધંધો ન ચાલતાં દેણામાં આવી ગયો હતો

રાજકોટ તા. ૧૩: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે હરસિધ્ધી સોસાયટીમાં રહેતાં વનરાજ ઘુઘાભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૩) નામના યુવાને રાજકોટઅ ભાવનગર હાઇવે પરના મહિકા ગામ પાસે જઇ ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર વનરાજ એક બહેન અને ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત છે. તેના પિતા ઘુઘાભાઇ ખેત મજૂરી કરે છે. પોતે કારખાનામાં કામ કરે છે. સગાએ કહ્યું હતું કે વનરાજે અગાઉ ઘરનું કારખાનુ કરવા માટે અલગ અલગ લોકો પાસેથી અમુક રકમ વ્યાજે લીધી હતી. પરંતુ બાદમાં ધંધો બરાબર ન ચાલતાં રકમ જેની પાસેથી લીધી હતી તેને ચુકવી ન શકતાં દેણુ વધી ગયુ હતું. હાલમાં સાતેક લાખના વ્યાજના ચક્કરમા ફસાઇ જતાં આ રકમ કેવી રીતે ચુકવવી તેની ચિંતા થતી હોઇ ઘરેથી નીકળી ગયા બાદ મહિકા પાસે ઝેર પીધું હતું.
આ વખતે તેણે મિત્રને પોતે પગલુ ભરી ગયો છે તેવી જાણ કરતાં મિત્ર અને સગા સંબંધીઓ ત્યાં પહોંચ્યા હતાં અને તેને સારવાર માટે ખસેડયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










