હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રાંગધ્રા રહેતી બહેનને વિડીયો કોલ કરી રાજકોટમાં ભુરાએ ફાંસો ખાધો
ઘરે કોઇ ન હોઇ બહેને પાડોશીને ફોનથી જાણ કરીઃ બેભાન હાલતમાં ઉતારી સારવારમાં ખસેડયોઃ અગાઉ પણ આવુ પગલુ ભર્યુ હતું

રાજકોટ તા. ૧૩: શહેરમાં આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર સોસાયટી શેરી નં. ૬માં રહેતાં ભુરાભાઇ મનુભાઇ સોનારા (ઉ.વ.૨૫) નામના યુવાને સાંજે ધ્રાંગધ્રા સાસરે રહેલી બહેન કાજલબેનને વિડીયો કોલ કરી ગળાફાંસો ખાઇ લેતાં બહેને ભાઇના ઘરે કોઇ ન હોઇ પડોશી-સગાને જાણ કરતાં તેઓ તુરત ઘરમાં ગયા હતાં અને ભુરાભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં તે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
જાણવા મળ્યા મુજબ ભુરાભાઇ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરે એકલો હતો ત્યારે તેણે ધ્રાંગધ્રા રહેતી બહેનને વિડીયો કોલ કર્યો હતો અને ચાલુ કોલમાં જ ફાંસો ખાતાં બહેને દેકારો મચાવ્યો હતો. ભુરાભાઇના માતા બિમાર હોઇ બહારના રૂમમાં હતાં. ભુરાભાઇના બીજા ભાઇ કામે ગયા હોઇ ઘરમાં કોઇ ન હોઇ તેણીએ આડોશી પાડોશી નજીકમાં રેહતાં સગાને ફોનથી જાણ કરતાં બધા દોડી આવ્યા હતાં. લટકી રહેલા ભુરાભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. ભુરાભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેના પિતા હયાત નથી. અગાઉ પણ તેણે આવુ પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી










