હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારથી જથ્થાબંધ લીચી મંગાવવા જતાં નાના મવા રોડના ફ્રુટના ધંધાર્થીને ૬.૭૧ લાખનો ધૂંબો
નાના મવા રોડ પર લારી રાખી ફ્રુટનો વેપાર કરતાં યુવાનનો સંપર્ક સરધારના રણજીતગઢ ખાતે ઉર્ષમાં જસદણના હારૂનભાઇ સાથે થયોઃ તેણે બિહાર રહેતો સાળો લીચીનો હોલસેલ વેપારી હોવાની વાત કરી મુલાકાત કરાવી હતી : કોૈશરભાઇ મેતરે દરભંગાના કહેવાતા વેપારી એમ. ડી. નઇમને કટકે કટકે ઓનલાઇન નાણા મોકલ્યા પણ નઇમે બિહારમાં હવે લીચીની સીઝન નથી કહી ફોન બંધ કરી દીધોઃ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: નાના મવા રોડ પર ફ્રૂટની રેકડી રાખી પરિવારનું ગુજરાન ચલાવતા વેપારી સાથે લીચી ફ્રુટનો માલ બિહારથી મોકલવાના નામે રૂા. ૬,૭૧,૨૯૫ ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે ચડયો છે. બિહારના દરભંગાના એક શખ્સે લીચી મોકલવાની લાલચ આપી ઓનલાઇન નાણાં પડાવી લીધા બાદ માલ ન મોકલી હાથ ઉંધા કરી દીધા હતાં.
આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા રોડ પાઠક સ્કૂલવાળી શેરીમાં અર્જુન પાર્ક ક્વાર્ટર બ્લોક નં. ૧૦ ખાતે રહેતાં કોૈશરભાઇ સલીમભાઈ મેતર (ઉ.વ. ૩૮)ની ફરિયાદ પરથી બિહાર દરબંગાના અફઝલાના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ વર્ષ પહેલાં તેમની ઓળખાણ જસદણના હારૂનભાઈ નામના વેપારી સાથે થઈ હતી. હારૂનભાઈએ તેમના સાળા એમ.ડી. નઈમ આલમ (રહે. અધલો આમ ગામમાં રહેતાં એમડી નઇમ આલમ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કોૈશરભાઇ પરિવાર સાથે રહે છે અને પંદર વર્ષની નાના મવા રોડ પર ફ્રુટની રેંકડી રાખી ધંધો કરે છે.
કોૈશરભાઇએ જણાવ્યું છે કે સરધારના રણજીતગઢ ગામે આજથી ત્રણેક વર્ષ પહેલા ઉર્ષ યોજાયો હોઇ હું ત્યાં ગયો ત્યારે મારી મુલાકાત હારૂનભાઇ સાથે થઇ હતી. તેણે જણાવેલુ કે હું જસદણમાં રહુ છું અને ત્યાં જુના બસ સ્ટેશન પાસે મારે નોનવેજની દુકાન છે. બાદમાં તેણે મને મારા ધંધા વિશે પુછતાં મેં કહેલું કે હું હોલસેલમાં લીચી ફ્રુટનો ધંધો કરુ છું. આથી હારૂનભાઇએ મને જણાવેલ કે મારો સાળો એમ. ડી. નઇમ આલમ બિહાર દરભંગામાં રહે છે અને તે પણ ત્યાં હોલસેલમાં લીચીનો ધંધો કરે છે. તમારે ત્યાંથી માલ મંગાવવો હોય તો મને કહેજે, તેમાં તમને ખુબ ફાયદો પણ થશે.
આ પછી મેં ૧૬/૫/૨૫ના રોજ હારૂનભાઇને ફોન કરી લીચીનો હોલસેલ માલ મંગાવવાની વાત કરતાં તેણે કહેલું કે હાલમાં જ મારો સાળો એમ. ડી. નઇમ બિહારથી મારી ઘરે આવ્યો છે, તમે તેની સાથે રૂબરૂ જ વાત કરી લો. આથી મેં તેઓને રાજકોટ નાના મવા રોડ પર મારી ફ્રુટની લારીએ આવી જવા કહેતાં હારૂનભાઇ અને તોે સાળો મારી લારીએ આવ્યા હતાં. અહિ મેં એમ. ડી. નઇમ સાથે મારે ૬૦૦ પેટી લીચીની જોઇએ છે તેવી વાત કરતાં તેણે રૂા. ૧૨૫૦ની પેટીનો ભાવ જણાવ્યો હતો. એક આવા બોક્સમાં દસ કિલો લીચી આવે છે તેમ તેણે કહ્યું હતું. સાથે સાથે તેણે ઓનલાઇન પેમેન્ટ કરવા પોતાના બૈક઼ ખાતા નંબર પણ આપ્યા હતાં.
આ પછી એમ. ડી. નઇમે કહેલું કે તમે મને કટકે કટકે ખાતામાં પૈસા મોકલતાં રહેજો હું તમને બિહારથી લીચી મોકલતો રહીશ. ત્યારબાદ મેં એમ.ડી. નઈમ આલમને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કટકે-કટકે રૂ. ૫,૬૩,૯૯૫ ટ્રાન્સફર કરાવી લીધા હતા. પૈસા મેળવ્યા બાદ નઈમે માલ મોકલ્યો નહોતો અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતું. ત્યારબાદ મે-૨૦૨૬માં નઈમ આલમે ફરી સંપર્ક કરી જૂનો માલ મોકલી આપવાની અને બિહારમાં લીચીની સારી સીઝન હોવાનું કહી વધુ ૧૦૦ પેટીનો ઓર્ડર લીધો હતો. આ નવા ઓર્ડર પેટે ફરિયાદી પાસે એટીએમ અને ટ્રાન્સફર મારફતે વધુ રૂપિયા ૧,૦૭,૩૦૦ જમા કરાવી લીધા હતા.
અગાઉના રૂ. ૫,૬૩,૯૯૫ અને બાદના રૂ. ૧,૦૭,૩૦૦ મળી કુલ રૂ. ૬,૭૧,૨૯૫ ની રકમ ટ્રાન્સફર કરાવી લીધા છતાં ત્યાંથી એમ.ડી. નઇમે લીચીનો કોઈ માલ મોકલ્યો નહોતો. જ્યારે કોૈશરભાઇએ માલ અંગે ઉઘરાણી કરી ત્યારે તેણે મારા મ્મીને એટેક આવ્યો છ અન બિહારમાં લીચીનો માલ પુરો થઇ ગયો છે તેવા બહાના બતાવી ફોન બંધ કરી દીધો હતો. તેમજ વધુ એક વખત ફોન જોડાતાં તેણે છેલ્લે એવું કહી દીધુ હતું કે-મેરે જીજા હારૂનભાઇ સે બાત કરલો, મુજકો ઇસ બારે મેં ફોન મત કરના. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. અંતે કોૈશરભાઇને પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં તાલુકા પોલીસને ાજણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. વાય. જે. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










