<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

કરોડોના ખર્ચે બનાવાયેલ વીજતંત્રની માધાપર અને બેડીનાકા સબ ડિવીઝન કચેરી ધૂળ ખાય છેઃ હજારો લોકો રોજેરોજ પરેશાન

હવે તો ઉદ્‌ઘાટન કરો જેથી લોકોને વીજ હાડમારી ભોગવવી ન પડેઃ ૧૦ કરોડના ખર્ચે બનેલ ૬૬ કેવી સબ સ્‍ટેશનની પણ આજ હાલત.. : કોંગ્રેસ આગેવાનોનું પીજીવીસીએલના એમ.ડી.ને સણસણતું આવેદનઃ અનેક મહત્‍વના મૂદાઓ રજૂ કરાયા..

કોંગ્રેસના અગ્રણીઓએ પીજીવીસીએલ ના એમ.ડી.ને સુત્રોચ્‍ચાર સાથે આવેદન પાઠવ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૩: પ્રદેશ કોંગ્રેસ કમીટીના ઉપપ્રમુખની ગાયત્રીબા વાઘેલા  તથા અન્‍ય આગેવાનોએ પીજીવીસીએલને આવેદન પાઠવી રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર પી.જી.વી.સી.એલ. દ્વારા કરોડોના ખર્ચ બાંધવામાં આવેલ માધાપર સબ-ડીવીઝન અને બેડીનાકા સબラડીવીઝનની નવી બનાવવામાં આવેલ કચેરી તાત્‍કાલીક ધોરણે કાર્યવંત કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા  માંગણી  કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, રાજકોટ શહેરમાં આવેલ બેડીનાકા ડીવીઝન અને માધાપર ડીવીઝન કચેરી ઉપર ખુબજ વીજ ભારણની કામગીરી હોવાથી વિસ્‍તારના સ્‍થાનીક લોકોની ઘણા સમયથી માંગ હતી કે વિજ ભારણ ઘટાડી નવા સબ-ડીવીઝન કચેરી અને નવા સબ-સ્‍ટેશન ઉભા કરવામાં આવે. સક્ષમ વિપક્ષ તરીકે કોંગેસ પક્ષ દ્વારા જે તે સમયના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આ વિસ્‍તારની મુલાકાતના કાર્યક્રમ દરમ્‍યાન અમારા દ્વારા સ્‍થળ સ્‍થિતિ અને ટેકનીકલ કારણો સહિત બેડીનાકા ડીવીઝન અને માધાપર ડીવીઝનનું ભારણ ઘટાડવા નવા સબ-ડીવીઝનો ખોલવા અને નવા સબ-સ્‍ટેશનો પણ ઉભા કરવા રજુઆત કરવામાં આવેલ જેની ફલશ્રુતિ અને લોક માંગણી અને વ્‍યાજબી કારણોને લઈ સરકારી અને પી.જી.વી.સી.એલ. કંપની દ્વારા શહેરના જામનગર રોડ ઉપર રેલ્‍વે વિભાગ પાસેથી ૩૭ કરોડ જેવી માતબર રકમ ભરપાઈ કરી ૩૫ વર્ષ લાંબી લીઝથી જગ્‍યા મેળવી અંદાજીત ૪ થી ૫ કરોડના ખર્ચે બેડીનાકા સબ-ડીવીઝન અને માધાપર સબ-ડીવીઝન વિભાગની કચેરીના બીલ્‍ડીંગો બાંધવામાં આવ્‍યા છે પરંતુ બે માસ જેવો સમય થવા છતાં ઉદ્દઘાટન ન થવાના કારણે આ કચેરીઓનું લોકાર્પણ થઈ શકેલ નથી. જે આ વિસ્‍તારની પ્રજા સાથે પી.જી.વી.સી.એલ. કંપની અને સરકારનો મોટો પ્રજાદ્રોહ છે.

આવેદનમાં વધૂમાં  ૈઉમેર્યુ હતુ઼ કે,માધાપર સબ-ડીવીઝનમાં જેટકો દ્વારા ૬૬ કે.વી. સબ-સ્‍ટેશન રૂા. ૧૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્‍યું છે જે પણ હજુ સુધી ઉદ્દઘાટન ન થવાના કારણે ઉપયોગી થઈ શકતું નથી. રૂા. ૪ થી ૫ કરોડના અંદાજીત ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ વહીવટી કચેરીઓના બીલ્‍ડીંગો ઉદ્દઘાટનના વાંકે છેલ્લા બે મહિનાથી ધુળ ખાઈ રહ્યાં છે. હાલ આ બંને ડીવીઝનની કચેરીઓ જયાં બેસે છે તે ખાનગી માલીકીની જગ્‍યા છે. જેનું માસીક ભાડુ રૂા. બે થી અઢી લાખ જેવું પી.જી.વી.સી.એલ. દ્વારા ચુકવવામાં આવી રહ્યું છે જેનું પણ સરકારને નુકશાન છે.

નવા તૈયાર થયેલા માધાપર સબ-ડીવીઝનમાં ઉદ્દઘાટનના વાંકે ૬૬ કે.વી. ની લાઈન ચાલુ ન થતાં માધાપર સબ-ડીવીઝન નીચે આવતા રેલનગર - પોપટપરા રેલનગરમાં આવેલ આવાસ યોજનાની ટાઉનશીપોラ રેલનગર વિસ્‍તારમાં આવેલ સોસાયટીઓ અને એડીબી હોટલથી લઈ શેઠનગર નાગેશ્વર વિનયવાટીકા માધાપર ગામ અને માધાપરની આજુબાજુમાં આવેલ સોસાયટીઓમાં વોલ્‍ટેજની તકલીફો સર્જાય છે -વારંવાર વીજફોલ્‍ટ સર્જાય છે. જેના કારણે વ્‍યાપક જનહીતને નુકશાન થઈ રહ્યું છે.

બેડીનાકા સબ-ડીવીઝન અંદાજીત ૪૦ હજાર જેટલા ગ્રાહકો છે. જેમાં મોચી બજાર જંકશન પ્‍લોટ - ગાયકવાડી-કોલસાવાડીラસીંધી કોલોનીラસ્‍લમ કવાર્ટર - તોપખાના પરસાણાનગર અને છેક રેસકોર્ષ મેળાના મેદાન સુધીનો ભાગ આવેલો છે જેને વહીવટી સુવિધાઓથી વંચીત રાખવામાં આવ્‍યા છે.

(૭) માધાપર સબラડીવીઝન નીચે પણ અંદાજીત ૪૦ થી ૪૫ હજાર ગ્રાહકો છે. જે પણ વહીવટી - ટેકનીકલ મળવાપાત્ર સુવિધાઓથી વંચિત છે. (૮) બેડીનાકા સબラડીવીઝન અને માધાપર સબ-ડીવીઝન કચેરીઓ દ્વારા શીફટીંગ માટેની તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. માત્ર ઉદ્દઘાટન ન થવાના કારણે શીફટીંગ થઈ શકેલ નથી.

આવેદન દેવામાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા દિલીપભાઇ અસવાણી જંકશન પ્‍લોટ વેપારી એશોસીએશનના પ્રમુખ ગોૈરવ પૂજારા સહિતના આગેવાનો  જોડાયા હતા.

(2:31 PM IST)