<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

શહેરના રાજમાર્ગો પર સર્જાયો તિરંગાનો મહાસાગર

સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ : દરેક નાગરિકો દેશભક્‍તિના રંગે રંગાયા; ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્‍યું

તિરંગા યાત્રાનું રાજકોટમાં ભ્રમણઃ દેશભકિતના રંગો છવાયા : રાજકોટઃ રાજયભરમાં તિરંગા યાત્રાના આયોજન અંતર્ગત આજે રાજકોટના બહુમાળી ચોકથી મેયર નેહલ શુકલ દ્વારા તિરંગા યાત્રાને પ્રસ્‍થાન કરાવાયું હતું. તિરંગા યાત્રાના ડાયસ કાર્યક્રમમાં મેયર નેહલ શુકલ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્‍યો ઉદયભાઇ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા તથા ભાનુબેન બાબરીયા, સ્‍ટે.ચેરમેન પરેશ પીપળીયા, શાસકપક્ષના નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, મ્‍યુ.કમિશનર તુષાર સુમેરા, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, પ્રદેશ ભાજપ અગ્રણી કશ્‍યપ શુકલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રતાપભાઇ કોટક, નિતીનભાઇ ભારદ્વાજ તથા કમલેશભાઇ મિરાણી, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર તથા નયનાબેન પેઢડીયા સહિતના ઉપસ્‍થિત રહયા હતા. તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં પહોંચી હતી ત્‍યારે દેશભકિતના રંગો છવાયા હતા. આ તકે સ્‍કુલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૩ :  રાષ્‍ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે ભવ્‍ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્‍યામાં શહેરીજનો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્‍થાઓ અને સંગઠનો જોડાતાં રાજકોટના રસ્‍તાઓ પર જાણે તિરંગાનો મહાસાગર લહેરાતો હોય તેવાં દૃશ્‍યો સર્જાયાં હતાં.

બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીકથી સવારે ૯ વાગ્‍યે યાત્રાનો પ્રારંભ થયો હતો. મેયર ડો. નેહલ શુક્‍લ સહિતના મહાનુભાવોએ તિરંગા યાત્રાને ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. યાત્રા ચૌધરી હાઈસ્‍કૂલ રોડ થઈ જ્‍યુબિલી ગાર્ડન ખાતે પહોંચી હતી, જ્‍યાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

યાત્રામાં વિવિધ વ્‍યવસાયિક અને ઔદ્યોગિક એસોસિએશનો, સામાજિક તથા ધાર્મિક સંગઠનો, એનજીઓ, સખી મંડળો, NSS, NCC, શાળા-કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્‍યામાં નાગરિકો જોડાયા હતા. હાથમાં રાષ્‍ટ્રધ્‍વજ સાથે આગળ વધતી માનવમેદની અને ભારત માતા કી જયના ગગનભેદી નારાથી સમગ્ર વિસ્‍તાર દેશભક્‍તિના રંગે રંગાયો હતો.

આ પ્રસંગે મેયર ડો. નેહલ શુક્‍લે જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ નાગરિકોમાં રાષ્‍ટ્રભાવના વધુ પ્રબળ બને તે આશયથી શરૂ કરેલી પહેલના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટવાસીઓએ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શહેરને ગૌરવ અપાવ્‍યું છે.

તેમણે નવી પેઢી ભારતના ઐતિહાસિક વારસા અને ગૌરવથી વાકેફ બને તે માટે દેશભક્‍તિના પ્રેરણાદાયી કાર્યક્રમોની આવશ્‍યકતા દર્શાવી હતી. સાથે જ વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવાની જવાબદારી માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની હોવાનું જણાવ્‍યું હતું. તેમણે રાજકોટને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા જાહેર સ્‍થળોએ કચરો નહીં ફેંકવાનો સંકલ્‍પ લેવા પણ અપીલ કરી હતી.

તિરંગા યાત્રાને ધ્‍યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યાત્રાના રૂટ પર ઈમારતોને તિરંગાથી શણગારવામાં આવી હતી. વિવિધ સ્‍થળોએ સાંસ્‍કળતિક કાર્યક્રમો માટે સ્‍ટેજ, તિરંગા વિતરણ કાઉન્‍ટર, પીવાના પાણી અને મેડિકલ ટીમની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. પોલીસ બે, પોલીસ જવાનો અને ફાયર બ્રિગેડના જવાનો પણ યાત્રામાં જોડાયા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે મંચ પર ઉપસ્‍થિત રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુકલ, ધારાસભ્‍યઓ  ભાનુબેન બાબરીયા,  ઉદયભાઈ કાનગડ,  ડૉ. દર્શિતાબેન શાહ,  રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેગિં કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર  ચૈતન્‍ય માંડલિક, જિલ્લા વિકાસ અધિકારી  અનંદુ સુરેશ ગોવિંદ, એસ.પી.  વિજયસિંહ ગુર્જર, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ, પૂર્વ સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ,  ઉમેશભાઈ રાજ્‍યગુરુ,  અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ કોટક,  કમલેશભાઇ મીરાણી, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર,  રક્ષાબેન બોળિયા,  જૈમનભાઈ ઉપાધ્‍યાય,  ડૉ. પ્રદીપભાઈ ડવ,  નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્‍ટેગિં કમિટી ચેરમેન કશ્‍યપભાઈ શુક્‍લ,  નીતિનભાઈ ભારદ્વાજ, વર્તમાન કોર્પોરેટરઓ, સહિતના મહાનુભાવો, વોર્ડ સંગઠનના હોદેદારો, શિક્ષણ સમિતિના સભ્‍યો, રાજકોટ શહેરની વિવિધ સંસ્‍થા તથા એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 યે આસમાન કા ઇશારા હે, કલ કા ઉગનેવાલા સુરજ હમારા હે...એ પંક્‍તિ ટાંકી   મેયરએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ૅવિકસિત ભારતૅના સંકલ્‍પને સાકાર કરવા જો તમામ નાગરિકો દ્રઢતા અને નિષ્ઠાપૂર્વક પોતાનો ઉચિત સહયોગ આપે તો આપણું રાષ્‍ટ્ર વર્ષ ૨૦૩૭ માં જ વિકસિત બની શકે છે.

કાર્યક્રમના પ્રારંભે સ્‍ટેગિં કમિટીનાં ચેરમેન  પરેશભાઈ પીપળીયાએ મંચસ્‍થ  મહાનુભાવો અને ઉપસ્‍થિત સૌનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. સમાજ કલ્‍યાણ સમિતિના વાઈસ ચેરમેન  જયોત્‍સનાબેન ટીલાળા અને સભ્‍ય  રાજેબેન માલવિયા દ્વારા મંચ પર ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનું સ્‍વાગત કર્યું હતું. જ્‍યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન  મનીષભાઈ ભટ્ટએ કર્યું હતું.

તિરંગા યાત્રાનાં પ્રારંભ પૂર્વે વિવિધ સંસ્‍થાઓએ રાસ ગરબા, આદિવાસી નળત્‍ય સહિતની કળતિઓ રજુ કરી હતી.

ડાયસ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંચ પર ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવવામાં આવેલ અને સર્વે મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા રૂટના પુર્ણાહુતિ સ્‍થળ જ્‍યુબિલી ચોક ખાતે જ્‍યુબિલી ગાર્ડનમાં આવેલ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન કરવામાં આવેલ. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્‍યામાં શહેરીજનોએ જોડાઈને આ યાત્રાને અભૂતપૂર્વ અને યાદગાર યાત્રા બનાવી હતી.

(3:27 PM IST)