હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અખંડ ભારત સંકલ્પ દિવસઃ બજરંગ દળ દ્વારા કાલે ર૦૦થી વધુ યુવાનોને ત્રિશુલ દિક્ષા

વિહિપ સંલગ્ન બજરંગદળ રાજકોટ દ્વારા આવતી કાલે યોજાનાર ત્રિશૂલ દિક્ષા સમારોહ નિમિતે બજરંગદળના અગ્રણીઓએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)
રાજકોટ, તા. ૧૩: હિન્દુ સમાજમાં શૌર્ય, સંસ્કાર, સંગઠન અને રાષ્ટ્રભાવનાની જાગળતિના સંદેશ સાથે આવતીકાલે ‘અખંડ ભારત સંકલ્પ દિવસ' નિમિત્તે ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ દળ ના રાજકોટ વિભાગના સંયોજક હિરેન ડાભી તથા સહસંયોજક તીર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો તથા હિન્દુ સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધર્મ, સંસ્કળતિ અને રાષ્ટ્રની રક્ષા માટે સંકલ્પબદ્ધ બનશે. કાર્યક્રમ દરમિયાન ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરનાર દીક્ષાર્થીઓને ધાર્મિક તથા રાષ્ટ્રભાવનાના સંસ્કારો સાથે સમાજ અને સંસ્કળતિ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કરાવવામાં આવશે. ર૦૦થી વધુ યુવાનો ત્રિશુલ દિક્ષા માટે નોંધાઇ ગયા છે. હજુ નોંધણી ચાલુ છે.
વિહિપ રાજકોટ મહાનગર ના અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયા એ જણાવ્યું છે કે ત્રિશુલ ભારતીય સનાતન પરંપરામાં શક્તિ, શૌર્ય અને ધર્મના પ્રતીક તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં શિસ્ત, સાહસ, સામાજિક જવાબદારી તથા સનાતન સંસ્કળતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત કરવાનો છે. વિહીપ રાજકોટ વિભાગના મંત્રી પરેશભાઈ રૂપારેલીયા એ આ ભવ્ય કાર્યક્રમમાં સંતો-મહંતો, આગેવાનો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં સમાજબાંધવો તથા તમામ હિન્દુ સમાજને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ કાલે તા.૧૪ શુક્રવારે, સમય સાંજે ૭:૦૦ કલાકે, સ્થળઃ નાગર બોડીંગ, વિરાણી ચોક, ટાગોર રોડ ખાતે યોજાશે વધુ માહિતી માટે સંપર્કઃ ૯૫૩૭૩ ૭૫૮૨૧, ૯૭૨૨૧ ૨૧૬૭૨, ૯૧૭૩૧ ૫૭૯૦૧, ૯૧૦૬૯ ૯૯૦૩૧.
આ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમને લઈને સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમ વિહિપ પ્રાંત અધીકારી કૌશીકભાઇ સરધારાએ જણાવ્યુ હતુ.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષભાઇ વડેરીયા, રાહુલભાઇ જાની, ડો. હિરેન વિસાણી, વિનય કારીયા, રવીન્દ્ર બડગુજર, જયદીપ વિસપરા, અલ્પેશ નાંઢા, સંદીપ આસોદરીયા, લલીત ગોહેલ, ડો. રવી પાટડીયા, ધ્વનીત સવરૈયા, ધર્મેશ ગોહેલ, કુલદીપ વિસાણી, વિપુલભાઇ પંડયા, પારસ શેઠ, યોગેશ ચોટલીયા, નવીન વાઘેલા ઉપરાંત તીર્થરાજ ગોહેલ, હર્ષભાઇ મુઘરેજા, ગુરૂભાઇ રાવલ, હેનીલસિંહ પરમાર, મૌલીકભાઇ ધોળકીયા, હિતેષભાઇ વાણીયા, કિશનભાઇ સેલાર, રાજુભાઇ રાજપુત, ચૌહાણ અનુરાગસિંહ, સંજય સોલંકી, દિવ્યેશ પરમાર વગેરે કાર્યરત છે.










