હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ જીલ્લામાં ૧૩૯ એનીમી પ્રોપર્ટીમાંથી ૫૪ મીલકતો હિજરતી નીકળતા આ મીલકતો અંગે કલેકટર ટુંક સમયમાં દરખાસ્ત કરશે
આ એનીમી-હિજરતી મીલકત અંગે આસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી મુંબઇ દ્વારા થઇ રહેલી કાર્યવાહી.. : આ ૫૪ માંથી મોટાભાગની મીલકતો જેતપૂરની છેઃ જે અંગે જે તે વખતે ડીમાન્ડ આવતા તે વખતના કલેકટરે ફાળવી છે..

રાજકોટ તા.૧૩: ભારત અને પાકિસ્તાનના ભાગલા અથવા ૧૯૬૫ના યુદ્ધ પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન અથવા અન્ય કોઈ દુશ્મન દેશના નાગરિક બન્યા છે, તેમની ભારતમાં રહેલી મિલકતોને ‘‘એનિમી પ્રોપર્ટી'' જાહેર કરવામાં આવી છે. આ મિલકતોનો કબ્જો ‘‘કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી'' હેઠળ લેવામાં આવ્યો છે.
તાજેતરમાં જ, રાજકોટ જિલ્લામાં આવેલી આવી કુલ ૧૩૯ એનિમી -પ્રોપર્ટીનો સર્વે કરવાની અને તેનું વેલ્યુએશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
સર્વેની વિગતો અને ટીમના સભ્યો ૧૭/૧૧/૨૦૨૫ થી ૨૩/૧૨/૨૦૨૫ સુધી. અસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી -ોપર્ટી, મુંબઈના સર્વેયર, સાથે રાજકોટના જિલ્લા જમીન દફતર અને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના સર્વેયર પણ જોડાયા હતા. રાજકોટ જિલ્લામાં એનિમી પ્રોપર્ટીની સ્થિતિ રાજકોટ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૩૯ મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તક છે. જેમાંથી ૫૪ જેટલી મિલકતો એનિમી પ્રોપર્ટીની ન હોવાનું સામે આવ્યું છે, આ તમામ મીલકત જેતપુર ક્ષેત્રની હોવાનું અને આ મીલકતો ઇવેકયુ એટલે કે હિજરતી હોવાનું બહાર આવ્યુ છે.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી -માણે ટોટલ ૧૩૯ મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તક છે. સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. પરંતુ હવે તેમાંથી ૫૪ જેટલી પ્રોપર્ટીઓ એનિમી પ્રોપર્ટી ન હોવાનું સામે આવ્યું છે અને આ ૫૪ હિજરતી મિલકતો હોવાનું સામે આવતા હવે કલેકટર દ્વારા મુંબઈ ખાતે કસ્ટોડિયન ઓફ ઇન્ડિયા ઓફિસ ખાતે દરખાસ્ત કરવામાં આવશે અને જણાવવામાં આવશે કે આ મિલકત જેઓને એનીમી પ્રોપેટીમાં સમાવેશ ન કરવા જણાવવામાં આવશે.
ડિક્લેર્ડ પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુર ૪૪,ઉપલેટા ૧૨,પડધરી ૪,ધોરાજી ૩,ગોંડલ ૨,કોટડા સાંગાણી ૧ સહિત ની -ોપર્ટી નો સર્વેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પ્રોસેસ કેસ પ્રોપર્ટી (૭૩) જેતપુર ૫૯,ગોંડલ ૭, જસદણ ૪, રાજકોટ શહેર ૨,કોટડા સાંગાણી ૧ સહિતની મોટાભાગની મિલકતો ખેતીની જમીન, રહેણાંક અને વ્યવસાયિક પ્રકારની છે. કલેકટર કચેરીના અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે આ ૫૪ હિજરતી મીલકતો અંગે અગાઉ કલેકટર સમક્ષ દરખાસ્ત આવતા જે તે વ્યકિતચને તે વખતના કલેકટર દ્વારા ગ્રાંટેબલ કરાઇ છે, જે અંગે આવતા અઠવાડીયે કલેકટર દ્વારા મુંબઇ ખાતે દરખાસ્ત થનાર હોવાનું સાધનોએ ઉમેર્યુ હતું.










