<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

સીંગતેલમાં વધુ ૧૫ રૂા.નો ઉછાળો ડબ્‍બાનો ભાવ ૩,૦૦૦ રૂા. ભણી

રાજકોટ તા.૧૩: સીંગતેલમાં તહેવારો પૂર્વે તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧૫ રૂા.નો ઉછાળો થતા સીંગતેલ ડબ્‍બાના ભાવ ૩,૦૦૦ રૂા.ની સપાટી તરફ સરકી રહયો છે.

સ્‍થાનીક બજારમાં કાચામાલની અછતના અહેવાલે આજે સીંગતેલમાં વધુ ૧૫ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૭૧૦ રૂા. હતા તે વધીને આજે ૧૭૨૫ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૯૦૫ થી ૨૯૫૫ રૂા. હતા તે વધીને ૨૯૨૦ થી  ૨૯૭૫ રૂા. થયા છે. ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્‍બે ૪૫ રૂા.નું તોતીંગ ભાવવધારો થયો છે. તેજીને પગલે આગામી દિવસોમાં સીંગતેલ ડબ્‍બાનો ભાવ ૩,૦૦૦ રૂા.ની સપાટી વટાવે તેવી વકી છે

(3:19 PM IST)