<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

દુધ પીને સુતા બાદ ૭ મહિનાની બાળકી જાગી જ નહિઃ જુડવા બહેનો ખંડિત થઇ

પેડક રોડ શીવસૃષ્‍ટિ પાર્કનો બનાવઃ બીજા બનાવમાં રૈયાધારમાં ૨૦ દિવસના બાળકનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૩: બે નવજાત બાળક-બાળકીના અગલ અલગ બનાવમાં મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પેડક રોડ પર રહેતાં પરિવારની ૭ મહિનાની દિકરી દુધ પીને સુતા બાદ બેભાન થઇ ગયા બાદ મોત  થયું હતું. આ સાથે જુડવા બહેનની જોડી ખંડિત થઇ હતી. બીજા બનાવમાં ૨૦ દિવસના બાળકનું બેભાન હાલતમાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ પેડક રોડ શીવસૃષ્‍ટી પાર્ક-૨માં રહેતાં અંકિતભાઇ રામાણીની દિકરી જસ્‍બી (ઉ.૭ મહિના)ને સવારે સાડા પાંચેક વાગ્‍યે માતાએ દુધ પીવડાવી સુવડાવી હતી. પણ બાદમાં તેણી નહિ જાગતાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાઇ હતી. પણ તબિબે મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. તેણી જુડવા બહેનમાં મોટી હતી. અંકિતભાઇ ચાંદી કામ કરે છે.

બીજા બનાવમાં રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં વિજયભાઇ સમેચાનો પુત્ર (ઉ. ૨૦ દિવસ) રાતે સુતા બાદ સવારે નહિ જાગતાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. વિજયભાઇ ફ્રુટનો ધંધો કરે છે. આ બાળક એક બહીનથી નાનો હતો. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:21 PM IST)