હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
રૈયા રોડ શિવપરામાં રશીદાબેનનો બ્લીચીંગ પી આપઘાતનો પ્રયાસ
દિકરીના સાસરિયા હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે શીવપરા-૨માં રહેતાં રશીદાબેન બસીરભાઇ બ્લોચ (ઉ.વ.૪૫) નામના મહિલાએ બ્લીચીંગ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
રશીદાબેનને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પતિ હયાત નથી. તેણીએ આક્ષેપ કર્યો હતો કે તેની એક દિકરીએ એક મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા છે. તેણી હાલ કોટડાસાંગાણી ગામે સાસરે છે. સાસરિયા દહેજ મામલે હેરાન કરતાં હોઇ તેના કારણે પોતે કંટાળીને બ્લીચીંગ પી ગયા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે
(3:22 PM IST)










